ગરવી તાકાત મહેસાણા : મહેસાણા જિલ્લાના ખણુંસા ગામના યુવાન પાસે બાકીમાં 1 લાખ રૂપિયાની વરલીનો આંકડો લખાવનાર ઉઘરાણી કરી 3 શખ્સોએ યુવાન અને છોડાવવા આવેલી પત્નીને માર માર્યો. વિજાપુર પોલીસે 3 શખ્સો સામે ગુનો નોંધ્યો ખણુંસામાં રહેતો ગોસ્વામી પ્રકાશપુરી રાજપુરીને 6 મહિના પૂર્વે વરલીના આંકડા લખવાની ટેવ હોઇ વિજાપુર રેલવે સ્ટેશન પાસે વરલી મટકાના આંકડા લખતા અર્જુનજી બાલુજી ઠાકોર અને તંતુજી શકરાજી ઠાકોર અર્જુનજી ઠાકોર પાસે બાકીમાં 1 લાખ રૂપિયાની વરલીનો આંક લખાવી રમી ગયો. જે રૂપિયાની ઉઘરાણી કરી અર્જુનજી ધમકી પણ આપતો હતો.
તાજેતરમાં અર્જુનજી અને તંતુજી ઠાકોરે બાઇક લઇને જતા પ્રકાશપુરીને ઉભા રાખી એક લાખ રૂપિયાની ઉઘરાણી કરી અર્જુનજી ઠાકોરે લાફા માર્યા હતા. તે સમયે કરણ ઠાકોરને ફોન કરતાં તે પણ આવી ચડ્યો હતું અને ત્રણેય જણાએ ભેગા મળી પ્રકાશપુરી માર માર્યો હતો.
આ સમયે આવી પહોંચેલી પત્ની નિશાએ મારા પતિને મારશો નહીં કહી સમજાવવા છતાં કરણજી ઠાકોરે નિશાને પણ બે-ત્રણ લાફા મારી ગડદાપાટુનો માર માર્યો હતો. પ્રકાશપુરીને માથામાં ધોકો મારતાં ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે વિજાપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા જ્યાંથી વધુ સારવાર અર્થે હિંમતનગર રિફર કરાયા હતા. આ બનાવ અંગે વિજાપુર પોલીસે અર્જુનજી બાલુજી ઠાકોર, તંતુજી શકરાજી ઠાકોર અને કરણજી ધુળાજી ઠાકોર સામે ગુનો નોંધ્યો હતો.


