— આબુરોડ પાસે પડેલી ટ્રક પાછળ બાઈક ઘૂસી જતાં યુવકનું મોત :
ગરવી તાકાત પાલનપુર : અમીરગઢ પાસે આવેલ રાજસ્થાનના આબુરોડ હાઇવે પર ટ્રકની પાછળ બાઈક અથડાતા બાઈક પર સવાર અમીરગઢના યુવકનું ઘટનાસ્થળે પ્રાણપંખેરું ઉડી ગયું હતું. જ્યારે અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજાઓ થતાં સારવાર હેઠળ છે.
આબુરોડ સ્વરૃપગંજ રોડ પર આવેલ સેન્ટ પોલ સ્કુલ આગળ પસાર થતાં હાઇવે પર સ્વરૃપગંજ તરફથી આવતા એક ટ્રક પાછળ બાઈક ચાલક પાછળ થી ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો અકસ્માત સર્જાતાં બંને બાઈક સવારો રોડ પર પટકાતાં ઈજાઓ થઈ હતી.
અકસ્માતની જાણ થતાં આબુરોડ રીક્કો પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને અકસ્માતનો ભોગ બનેલ બંન્ને બાઈક સવારને આબુરોડ સરકારી દવાખાનામાં સારવાર માટે ખસેડાયા હતા જ્યાં ફરજ પરના તબીબે કેવાલભાઈ રૃપાભાઇ રહે.રબારણ તા અમીરગઢ વાળને મૃત જાહેર કરેલ હતો જ્યારે શંકરભાઈ જોગભાઈ રહે વિરમ પુર તા અમીરગઢવાળાની હાલત ગંભીર હોવાથી વધુ સારવાર અર્થે ખસેવામાં આવેલ છે.
તસવિર અને અહેવાલ : જયંતિ મેટિયા– પાલનપુર