ખંડોસણ ગામે તળાવમાં ન્હાવા પડેલા યુવકનું ડૂબી જતાં મોત, યુવકની લાશ બીજા દિવસે મળી આવી

April 6, 2022

ગરવી તાકાત મહેસાણા :  વિસનગર તાલુકાના ખંડોસણ ગામની સીમમાં સોમવારે સવારે તળાવમાં ન્હાવા પડેલો યુવક ડૂબી ગયો હતો, જેની લાશ 24 કલાક બાદ મંગળવારે સવારે મળી હતી. પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. તાલુકાના ખંડોસણ ગામના ચાવડા જશવંતકુમાર પૃથ્વીરાજસિંહ સીમમાં આવેલા તળાવમાં સોમવારે સવારે ન્હાવા પડ્યો હતો.

જે તળાવમાંથી બહાર ના નીકળતાં ગ્રામજનો દ્વારા તે ડૂબી ગયો હોવાની શંકાએ શોધખોળ હાથ ધરી હતી અને તેને બહાર કાઢવા માટે વિસનગર ફાયર ફાયટર તેમજ સ્થાનિક માછીમારોની મદદ લેવાઈ હતી. તેમની ભારે જહેમત બાદ પણ યુવક મળી આવ્યો ન હતો. જ્યારે મંગળવારે વહેલી સવારે અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમને બોલાવાઇ હતી.

સવારે 10 વાગે ટીમ દ્વારા યુવકના મૃતદેહને તળાવમાંથી બહાર કઢાયો હતો. પોલીસે મૃતદેહને વિસનગર સિવિલમાં પોસ્ટ મોર્ટમ કરાવી પરિવારને સોંપ્યો હતો. આ બનાવ અંગે ચાવડા કિર્તીસિંહ પરથીજીના નિવેદનના આધારે અકસ્માતે મોતની નોંધ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0