ગરવી તાકાત મહેસાણા : મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના તરભ ગામના બસ સ્ટેન્ડે ગામમાં જવા વળાંક લઈ રહેલી એસટી બસ સામેથી આવતાં બાઈક સાથે અથડાતાં બાઈક સવાર યુવક અને યુવતીનું ઘટના સ્થળે જ મોત થયું હતું. બનાવ અંગે એસટી ચાલક વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ચાણસ્મા તાલુકાના દાણોદરડા ગામના સેનમા શરદકુમાર નરેશભાઈ બાઇક ઉપર માણસા તાલુકાના વ્યાસ પાલડી ગામની ઠાકોર ગાયત્રીબેન બેચરજીને બેસાડી ઊંઝાથી વિસનગર તરફ આવી રહ્યો ત્યારે તરભ ગામના બસ સ્ટેન્ડે વિસનગર તરફથી આવતી એસટી બસના ચાલકે ગામમાં જવા વળાંક લેતાં ઊંઝા તરફથી આવતા બાઇક સાથે અથડાઇ હતી.
જેમાં બાઈક સવાર શરદ સેનમા અને ગાયત્રીબેન ઠાકોર રોડ પર પટકાતાં બંનેનાં ઘટના સ્થળે મોત થયાં. આ બનાવને લઈ ગામલોકો એકઠા થઇ ગયા હતા અને જાણ કરતાં ઘટના સ્થળે દોડી આવેલી પોલીસે બંનેના મૃતદેહ વિસનગર સિવિલમાં પીએમ માટે મોકલી આપ્યા. બંનેના પરિવારજનોને પણ સિવિલમાં દોડી આવતાં કલ્પાંતથી માહોલ ગમગીન બની ગયો,


