સાંકળચંદ પટેલ યુનિવર્સિટીમાં ટીચિંગ વિધાઉટ ટીચિંગ વિષય પર વર્કશોપ યોજાયો

શેર કરવા અહીં ક્લિક કરો.

ગરવી તાકાત મહેસાણા :  સાંકળચંદ પટેલ યુનિવર્સિટી, વિસનગર ખાતે તારીખ ૧૦ સપ્ટેમ્બર ના રોજ બોચાસણવાસી અક્ષરધામ સ્વામિનારાયણ સંસ્થાન (બીએપીએસ) દ્વારા કાર્યરત ઇન્ટીગ્રેટેડ પર્સનાલિટી ડેવલપમેન્ટ કોર્સ (આઈ.પી.ડી.સી). ફેજ-૨ ના ઉદ્ઘાટન સમારોહ માં " ટીચિંગ વિથઆઉટ ટીચિંગ" વિષય પર વર્કશોપ નું આયોજન કરવામાં આવ્યું હતું.

આયોજિત કાર્યક્રમ ના મુખ્ય વક્તા અને મહેમાન તારીખે સારંગપુર મંદિર થી પૂજ્ય. જ્ઞાન વિજય સ્વામી એ પધારી પોતાના અમૃતવચન નો લાભ આપ્યો હતો અને યુનિવર્સિટી પરિવાર ને પોતાના દિવ્ય આશીર્વચન નો લાભ આપ્યો હતો . સ્વામી શ્રીએ વર્તમાન સમય માં શિક્ષકો ને નૈતિકતા, માનવતા, કરુણા, આધ્યાત્મિકતા, સ્વયં શિસ્ત જેવા શાશ્વત મૂલ્યો સાથે સંકલન કરી આઈ.પી.ડી.સી કોર્સ ના માધ્યમ થી વિધાર્થી મિત્રો નો સર્વાંગી વિકાસ કરવા પ્રેરિત કાર્ય હતા.

સ્વામી શ્રી વિધાર્થીઓ માં રહેલા જ્ઞાન અને કૌશલ્ય નો ઉપયોગ કરો સાચી દિશામાં પ્રવર્તમાન અને ગતિમય બનાવવા અનુરોધ કર્યો હતો. યુનિવર્સિટી ના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ પટેલ સાહબે ઉપસ્થિત સંતો નો અંતઃકરણ પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો અને આગામી સમય માં આયોજિત થનાર પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ માં યુનિવર્સિટી પરિવાર તરફ થી પૂર્ણ સહકાર આપવાની ખાતરી આપી હતી.

ગત વર્ષ યુનિવર્સિટી સંલગ્ન મેડિકલ, પેરામેડિકલ અને ટેક્નિકલ ફેક્લટી ના કુલ ૮૦૦ થી પણ વધુ વિધાર્થી મિત્રો એ આઈ.પી.ડી.સી કોર્સ સંપૂર્ણ કરી ક્રેડિટ મેળવી હતી જે યુનિવર્સિટી માટે ગૌરવ ની બાબત છે. વર્કશોપ ના સફળ આયોજન બદલ યુનિવર્સિટી ના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ પટેલ સાહેબ, પ્રોવોસ્ટ ડો.ડી.જે.શાહ સાહેબ અને સમગ્ર યુનિવર્સિટી પરિવારે આઈ.પી.ડી.સી કોર્ડીનેટર ડો.તુલસીદાસ નાકરાણી અને ડો, હીરક જોશી ને શુભેચ્છા વ્યક્ત કરી હતી.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.