મસાલી મહિ માતાજીના મંદિરે શંકરભાઇ ચૌધરીની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

શેર કરવા અહીં ક્લિક કરો.
સુઇગામ તાલુકાના છેવાડાના મસાલી ગામ નજીક આવેલ શ્રીમહી માતાજીના મંદિર નજીકની પડતર જમીનમાં સુઇગામ મનરેગા શાખાના સહયોગથી મસાલી અને માધપુરા ગામના જાગૃત યુવાનોની મહેનત અને પ્રયત્નથી એક હેકટર જમીનમાં બનાસડેરી ના ચેરમેન શંકરભાઇ ચૌધરીની ઉપસ્થિતિમાં શનિવારે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.
પૂર્વ મંત્રી અને બનાસડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરીની ઉપસ્થિતિમાં યોજાયેલ વૃક્ષારોપણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત આગેવાનો યુવાનો અને બાળકોએ લગભગ એક હજાર વૃક્ષોનું વાવેતર કર્યું હતું,આ પ્રસંગે તેમણે ઉપસ્થિત જનમેદનીને સંબોધનમાં જણાવ્યું હતું કે વૃક્ષોના વાવેતરનું અભિયાન કરનાર યુવાનો ધન્યવાદને પાત્ર છે. તેમણે આ પ્રકૃતિના જતનનું કાર્ય કરનાર યુવાનોને અભિનંદન આપ્યા હતા. વૃક્ષોની મહત્વતા વર્ણવતા તેમણે જણાવ્યું હતું કે વૃક્ષો એ ઋષિ સ્વરૂપ છે. વેદો અને ઉપનિષદોમાં પણ પ્રકૃતિનું જતન કરવાનું બતાવ્યું છે.
વૃક્ષોએ ધરતીનું ઓઢણું છે,માણસના જન્મથી લઈ મૃત્યુપર્યંત વૃક્ષ માનવજીવન સાથે સંકળાયેલ છે,દરેક વ્યક્તિએ ઘરે ખેતરના શેઢે એક એક વૃક્ષ તો વાવવું જ જોઈએ,સરોવર,સંત,અને વરસાદ સાથે વૃક્ષો પણ પરોપકારી છે. હજારો પશુ પક્ષીઓનું જીવન અને આશ્રય વૃક્ષો પર આધારિત છે,કાર્યક્રમમાં ઉમેદદાન ગઢવી,પીરાભાઈ ગામોટ,લાલજીભાઈ ચૌધરી,રામજીભાઈ રાજપૂત,ભરતસિંહ રાજપૂત સહિત અગ્રણીઓ કાર્યકર્તાઓ,પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને વૃક્ષારોપણ કાર્યક્રમમાં સહભાગી થયા હતા..અહેવાલ. નવીન ચૌધરી. સુઇગામ
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.