ગરવી તાકાત કાંકરેજ : કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરામાં આવેલ શ્રી કાંકરેજ તાલુકા કેળવણી મંડળ સંચાલિત શ્રી એસ.એ.સુરાણી વિદ્યાસંકુલ અંતર્ગત શ્રીમતી કાંતાબેન કીર્તિલાલ શાહ આર્ટ્સ અને શ્રીમતી લીલાવતીબેન બાપુલાલ ગુંજરીયા કૉમેર્સ કોલેજ થરા તથા બસ કંટ્રોલ પોઈન્ટ થરા ના સંયુક્ત ઉપક્રમે તા.26/08/2022 ના રોજ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. કોલેજના NSS/NCC વિભાગના વિદ્યાર્થીઓ અને થરા નગરજનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆતમાં કોલેજના પ્રિ.ડૉ.ડી.એસ.ચારણે જીવનમાં વૃક્ષોનું મહત્વ સમજાવી, દરેક છોડમાં રણછોડ છે તેવી ભાવનાથી વધારે પ્રમાણમાં વૃક્ષો રોપી,ઉછેરીને રાષ્ટ્ર અને સમાજને ઉપયોગી થવાની હાકલ કરેલ તેમજ થરા નગરપાલિકા પ્રમુખશ્રી પૃથ્વીરાજસિંહ વાઘેલાએ કુદરતી ઓક્સિજન પૂરુ પાડતા વૃક્ષોને ઉછેરીને જતન કરવાની વાત કરી હતી. તેમજ દિયોદર ડેપો મેનેજરશ્રી આર.એમ.મેવાડાએ પણ વધારે પ્રમાણમાં વૃક્ષો રોપી, ઉછેરવાની વાત કરી હતી.
આ કાર્યક્રમમાં S.T. ડેપોના ના કર્મચારીશ્રીઓ તથા થરા નગરના આગેવાનશ્રીઓ અને કોલેજના NSS પ્રોગ્રામ ઓફિસર શ્રી પ્રા.કૌશલભાઈ દેસાઈ NCC કેર ટેકર ઓફિસર શ્રી પ્રા.આર.ટી.રાજપૂત અને વિદ્યાર્થી ભાઈ-બહેનો દ્વારા સહયોગ મળ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન S.T. ડેપોના કર્મચારી શ્રી સુખદેવભાઈ સુથાર દ્વારા કરવામાં આવ્યું હતું અને આભાર દર્શન શ્રી ગમનભાઈ દેસાઈએ કર્યું હતું.*
તસવિર અને અહેવાલ : માનસિંહ ચૌહાણ – કાંકરેજ