ગરવી તાકાત હિંમતનગર : ખેડબ્રહ્મા-હિંમતનગર રેલવે લાઇન પર ટ્રેન સેવાઓના વિધિવત પ્રારંભના ગણતરીના કલાકો પૂર્વે વડાલી નજીક એક ગંભીર અકસ્માત સર્જાયો વડાલી-ખેડબ્રહ્મા હાઇવે પર આવેલા ભગીરથ શાક માર્કેટ નજીક રેલવે ટ્રેક પર સૂતેલા એક યુવક પરથી મોડી રાત્રે ટ્રેન ફરી વળતાં તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી મંગળવારે વહેલી સવારે બનેલી આ ઘટનામાં રાજસ્થાનના ઉદેપુર જિલ્લાના ખેરવાડા તાલુકાના જેર ગામના માલાભાઈ મોતીભાઈ ખોચા નામના યુવક ટ્રેક પર સૂતો.

ટ્રેન પસાર થતા તેના પરથી ફરી વળતા યુવકના માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ અને તે ગંભીર રીતે ઘાયલ થયો ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો સ્થળ પર દોડી આવ્યા હતા અને ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક વડાલી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો જોકે, તેની ગંભીર સ્થિતિને કારણે પ્રાથમિક સારવાર બાદ.

તેને વધુ સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યો ઉલ્લેખનીય છે કે, લાંબા સમય બાદ ખેડબ્રહ્મા-હિંમતનગર રેલવે લાઇન પર ટ્રેન સેવાઓ ફરી શરૂ થવા જઈ રહી તેના લોકાર્પણ પૂર્વે જ આ દુર્ઘટના બનતા પંથકમાં ચકચાર મચી યુવક રાત્રિના સમયે ટ્રેક પર કેમ સૂતો હતો તે અંગે સ્થાનિક તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી.


