ધોરાજીમાં લાયન્સ ક્લબ દ્વારા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું

August 16, 2022

ગરવી તાકાત ધોરાજી : સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ દેશ માટે શહિદ થયેલા વિરલાઓને યાદ કરી અને સ્વતંત્રતાનો અનુભવ આપણી આવનાર પેઢીઓને પણ થાય તે માટે દર વર્ષની જેમ પ્રવર્તમાન વર્ષે પણ ૧૪ ઓગસ્ટે લાયન્સ ક્લબ ધોરાજી દ્વારા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મશાલ રેલી ધોરાજીની ભગવતસિંહજી હાઈસ્કુલ ખાતેથી શરૂ થઈ હતી આ મશાલ રેલી બાવલા ચોક, આઝાદ ચોક થઈને ધોરાજીના ત્રણ દરવાજા પાસે આવેલી ગાંધીજીની પ્રતિમા પાસે ફૂલહાર કરી પૂર્ણ થઈ હતી.

આ રેલીમાં ધોરાજીના નાગરિકો તેમજ ધોરાજીની વિવિધ સંસ્થાઓ પણ જોડાઈ હતી. અને આ રેલીમાં નાગરિકો દ્વારા ભારત માતાકી જયના નારાઓ લગાવવામાં આવ્યા હતા ત્યારે વાતાવરણમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ મશાલ રેલી યોજીને લાયન્સ ક્લબ ધોરાજી દ્વારા યુવાનોને આઝાદીનું મહત્વ અને દેશ પ્રત્યેની ફરજો સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0