મહેસાણા પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમે મીઠા ગામની સીમમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યોં

January 31, 2023

ગરવી તાકાત, મહેસાણા, તા. 31- મહેસાણા પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમે મીઠા ગામની સીમમાંથી પેટ્રોલીંગ દરમિયાન વિદેશી દારૂનું વેચાણ કરનાર બુટલેગરના સાગરીતને વિદેશી દારૂ સહિત મુદ્દામાલ સાથે ઝડપી સાંથલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક અચલ ત્યાગીના માર્ગદર્શન અને ઇન્ચાર્જ એલસીબી પીઆઇ જે.પી.રાવની સૂચના મુજબ મહેસાણા પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમના પીએસઆઇ એ.એન.દેસાઇ, હે.કો.મુકેશભાઇ, હર્ષદસિંહ, તથા કાન્તિભાઇ સાંથલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ જાેરાજી કડવાજીને ખાનગી રાહે બાતમી મળી હતી કે, સાંથલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મીઠા ગામની સીમમાં સોલંકી ક્લ્પેશ કિરીટસિંહ રહે. મગુના, તા.જિ.મહેસાણાવાળો તેના સાગરીતો સાથે પરપ્રંતિય વિદેશી દારૂનું વેચાણ કરે છે જે બાતમીના આધારે પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમે બાતમીવાળી જગ્યા પર રેઇડ કરતાં ઘટના સ્થળ પરથી વિવિધ બ્રાન્ડની શીલબંધ બોટલ તથા બિયરના ટીન મળી કુલ રૂા. ૫૧,૫૦૦નો દારૂનો જથ્થો ઝડપી પાડ્યોં હતો.

જ્યારે ઘટના સ્થળ પરથી એક મોટર સાયકલ, મોબાઇલ સહિત કુલ રૂા. ૧,૧૧,૫૦૫ના મુદ્દામાલ સાથે બુટલેગરનો સાગરીત ઝાલા જયદિપસિંહ ઉર્ફે જયુભા નાનુભા રહે. મગુનાવાળા શખ્સને ઝડપી લીધો હતો જયારે મુખ્ય સૂત્રધાર ઘટના સ્થળ પર હાજર ન હોઇ બંન્ને આરોપીઓ વિરુદ્ધ સાંથલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી ઝડપાયેલ સાગરીતને સાંથલ પોલીસને સોંપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0