સિદ્ધપુરમાં વધુ એક ત્રાંતિકન કાળી કરતૂતનો પર્દાફાશ કરતી એક યુવતિની કહાની

June 26, 2024

પરિવારની સ્થિતિ નબળી હોવાથી તાંત્રિક સાથે સંપર્કમાં આવ્યા બાદ તાંત્રિકે મંત્ર ધાગાના બહાને યુવતીના ઘરે તેમજ વિરમગામ અને થરા ખાતે લઈ જઈને અનેક વખત દુષ્કર્મ આચર્યું

ગરવી તાકાત, સિદ્ધપુર તા. 26 – સિધ્ધપુર તાલુકાના વાધણા ગામમાં રહેતા ઇનાયત ખાન હુસૈન ખાન સિપાઈ પઠાણ નામના કથિત તાંત્રિક વિરુદ્ધ સિદ્ધપુર તાલુકાની એક યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે.  સિદ્ધપુરના એક ગામમાં રહેતી યુવતીએ તાંત્રિક ઉપર આક્ષેપ લગાવ્યા છે કે તેના પરિવારની સ્થિતિ નબળી હોવાથી તાંત્રિક સાથે સંપર્કમાં આવ્યા બાદ તાંત્રિકે મંત્ર ધાગાના બહાને યુવતીના ઘરે તેમજ વિરમગામ અને થરા ખાતે લઈ જઈને અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું. કાકોશી પોલીસે યુવતીની ફરિયાદને આધારે આરોપી વિરુદ્ધ દુષ્કર્મની કલમ હેઠળ ગુનો નોંધી આરોપી ઇનાયતખાન હુસનખાન સિપાઈ (પઠાણ)ની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Robbed with honor and money | 'તમારા ઘરમાં માયા છે, તાંત્રિક વિધિ કરવી  પડશે': સુરતમાં ભૂવાએ પરિણીતા પર બે વર્ષ દુષ્કર્મ આચર્યું, 14 લાખ પડાવ્યા,  પત્ની ...

સિદ્ધપુર તાલુકામાં રહેતી એક યુવતી અને તેના પરિવારની પરિસ્થિતિ નબળી હોવાથી વાધણા ગામના રહેવાસી ઇનાયતખાન હુસનખાન સિપાઈ (પઠાણ) સાથે સંપર્કમાં આવ્યા હતા. તાંત્રિક અવારનવાર યુવતીના ઘરે આવતો જ હતો અને તંત્ર ધાગાના બહાને યુવતીને ભોળવીને તેની સાથે શારીરિક સંબંધ બાંધવાના શરૂ કર્યું. થોડા દિવસ અગાઉ તાંત્રિક યુવતીની માતાને બહાનું બતાવીને યુવતીને પોતાની સાથે મહેસાણા અને ત્યારબાદ વિરમગામ ખાતે લઈ ગયો તો જ્યાં પણ તાંત્રિકે યુવતી સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. તેના બાદ યુવતીને થરા મુકામે લઈ જઈ ત્યાં પણ તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું.

જોકે આખરી યુવતી બચીને પોતાના પરિવારજનો પાસે આવી પહોંચીને પોતાની આપવીતી જણાવતા આખરે આ મામલે કાકોશી પોલીસ મથકમાં તાંત્રિક ઇનાયત ખાન હુસૈન ખાન પઠાણ રહે. વાધણા, તા.સિધ્ધપુર, જી. પાટણ વાળા વિરુદ્ધ દુષ્કર્મની કલમ હેઠળ ગુનો નોંધી તેની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0