ગરવી તાકાત પાટણ : પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના પીપરાળા ગામે ચશ્મા પહેરવા જેવી સામાન્ય બાબતે અનુસૂચિત જાતિના યુવક પર હુમલો થયો ત્રણ શખ્સોએ યુવકને લાકડીઓ અને ગડદાપાટુ વડે માર મારી જાતિ વિષયક અપમાનિત કર્યા આ મામલે સાંતલપુર પોલીસ મથકે એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરાઈ પીપરાળા ગામના 26 વર્ષીય તુલસીભાઈ વેલાભાઈ સોલંકીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ સાંજે સાત વાગ્યે ગામમાં હનુમાનજી મંદિર પાસે ચશ્મા પહેરીને ઊભા તે સમયે ગામનો દેવશી માંડણ કોળી ત્યાં આવ્યો અને તુલસીભાઈ પાસે ચશ્મા માંગ્યા તુલસીભાઈએ ચશ્મા આપવાની ના પાડતા દેવશી ઉશ્કેરાઈ ગયો અને ગાળો બોલી બોલાચાલી કરી.
![]()
આ ઘટનાના લગભગ અડધા કલાક બાદ, એટલે કે સાડા સાત વાગ્યાના અરસામાં, દેવશી કોળી અને ભીખુ સગુ કોળી મોટરસાયકલ પર તુલસીભાઈના ઘરના ઝાંપા પાસે તેઓએ જાતિ વિષયક અપશબ્દો બોલી ગાળાગાળી શરૂ તુલસીભાઈના માતા-પિતા તેમને સમજાવવા બહાર આવ્યા ત્યારે માંડણ ધીંગા કોળી પણ લાકડી સાથે ત્યાં પહોંચ્યો. તેણે તુલસીભાઈને ડાબા ખભા અને ડાબા પગે લાકડીના ફટકા માર્યા. પિતા વેલાભાઈ વચ્ચે પડતા ભીખુ કોળીએ તેમને ધક્કો મારી નીચે પાડી દીધા. ત્રણેય શખ્સોએ તુલસીભાઈને ગડદાપાટુનો માર માર્યો.
હુમલો કરનાર શખ્સોએ “હવે ગામમાં મળ્યો તો જાનથી મારી નાખીશું” તેવી ધમકી આપી મોટરસાયકલ પર ફરાર થઈ ગયા ઈજાગ્રસ્ત તુલસીભાઈને 108 એમ્બ્યુલન્સ મારફતે સાંતલપુર સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે ધારપુર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા સાંતલપુર પોલીસે દેવશી માંડણ કોળી, ભીખુ સગુ કોળી અને માંડણ ધીંગા કોળી વિરુદ્ધ બી.એન.એસ.ની વિવિધ કલમો તેમજ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી નાયબ પોલીસ અધિક્ષકે તપાસ હાથ ધરી.


