— વિદેશી દારૂ ના જથ્થા કુલ ક્વાટર નંગ 414 કિંમત 1,23,620/- સાથે કુલ મુદ્દામાલ સાથે કિંમત 6,28,620/- સાથે કબ્જે કરવામાં આવ્યું :
ગરવી તાકાત મહેસાણા : નંદાસણના મહેસાણા થી અમદાવાદ હાઇવે ઉપર આવેલ એસ્સાર પેટ્રોલ પંપ પાસે નંદાસણ પોલીસ સ્ટેશન ના કર્મચારીઓ વાહન ચેકીંગ માં હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી મળી આવી હતી કે મહેસાણા તરફથી એક સફેદ કલરની ફોર્ડ કંપની ની ઈકો ગાડી નંબર GJ – 18 BG – 3951 માં ભારતિય બનાવટી વીદેશી દારૂ ભરી અમદાવાદ તરફ નીકળેલ છે જે હકિકત ના આધારે નંદાસણ હાઇવે ઉપર તપાસ દરમ્યાન મહેસાણા તરફથી હકિકત વાળી ગાડી આવતા તેને ઊભી રાખતા ગાડી ની અંદર તપાસ કરતા ગાડી ની અંદર ભારતિય વીદેશી દારૂ ની છૂટક બોટલ તથા વીદેશી દારૂ ના બોક્સ ભરેલા જોવા મળ્યા હતા.
અબુ સ્વામી કે સૈનિના જણાવ્યા મુજબ ગાડી લઈ મહેસાણા સિધ્ધપુર થઈ પાછળના રસ્તે ડીસા – પાલનપુર રોડ ઉપર ગયેલ જ્યાંથી ડીસા આશરે 12 થી 15 કી.મી દૂર હશે તે જગ્યાએ અબુ સ્વામી ને કોન્ટેક કરતા માણસ આજરોજ આશરે સાડા ૪ વાગ્યાના સુમારે તેમની પાસે થી ઈકો સ્પોર્ટ ગાડી લઇ ગયેલ અને આ એક ગાડી ના ટ્રીપ ના ડ્રાઇવર તરીકે 1500/- રૂપિયા આપવામાં આવતા હતા.
ગાડી ચાલક ચૌહાણ સંજયસિંહ ભુપ્તસિંહ રહે વલાદ જિ. ગાંધીનગર જે અમદાવાદ થી અબુભાઈ સ્વામી કે સૈની કહેવા મુજબ દારૂ ભરેલી ગાડી મહેસાણા થી અમદાવાદ તરફ જતો હતો તે દરમ્યાન નંદાસણ નજીક પકડાઈ ગયો હતો. જેમાં ગાડી ભરેલ ભારતિય વીદેશી દારૂની બોટલો તથા ક્વાટર કુલ નંગ 418 જેની કિંમત 1,23,620/- તથા ફોર્ડ કંપનીના ઈકો સ્પોર્ટ ની ગાડી જેની કિંમત 5,00,000/- તથા ફોન કિંમત 5000/- કુલ મળી મુદ્દામાલ કિંમત 6,28,620/- રૂપિયાનો જપ્ત કરવામાં આવ્યો હતો અને ગાડી ચાલક સંજય સિંહ ચૌહાણ તથા અબુ સ્વામી કે સૈની સામે નંદાસણ પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી.
તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી


