ગરવી તાકાત રાધનપુર : રાધનપુરના લક્કી પેલેસ ગેસ્ટ હાઉસમાં મુસાફરોની વિગતો પથિક સોફ્ટવેરમાં અપલોડ ન કરવા બદલ જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ થયો આ મામલે હારીજના બસીરભાઈ રમઝાનભાઈ અસુમીયાં કલાલ કુરેશી વિરુદ્ધ રાધનપુર પોલીસ મથકે ગુનો દાખલ કરાયો પોલીસ દ્વારા 22 ફેબ્રુઆરી, 2026 ના રોજ બપોરે 3:45 કલાકે રાધનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા લક્કી પેલેસ ગેસ્ટ હાઉસમાં તપાસ હાથ ધરવામાં આવી.
આ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ગેસ્ટ હાઉસના સંચાલકે ત્યાં રોકાયેલા મુસાફરોની વિગતો સરકારના પથિક સોફ્ટવેરમાં ઓનલાઈન અપલોડ કરી ન જિલ્લા મેજિસ્ટ્રેટે ગેસ્ટ હાઉસ અને હોટલોમાં રોકાતા તમામ મુસાફરોની માહિતી પથિક સોફ્ટવેરમાં દાખલ કરવા માટે જાહેરનામું બહાર પાડ્યું ગેસ્ટ હાઉસ દ્વારા આ જાહેરનામાનું સ્પષ્ટપણે ઉલ્લંઘન કરવામાં આવ્યું જે કાયદાકીય જોગવાઈઓનું પાલન ન કરવા સમાન.
આ મામલે રાધનપુર પોલીસ સ્ટેશનના એએસઆઈ પ્રવિણ ચૌધરીએ સરકાર તરફી ફરિયાદી બની ગુનો નોંધાવ્યો પોલીસ તપાસમાં આરોપી તરીકે બસીર અસુમીયાં કલાલ કુરેશીનું નામ સામે આવ્યું જેમણે જાહેરનામાના આદેશનું પાલન કર્યું ન પોલીસે બીએનએસ કલમ 223 મુજબ ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હાલ આ કેસની વધુ તપાસ આસીસ્ટન્ટ સબ ઇન્સપેક્ટર પ્રવિણ ચૌધરી ચલાવી રહ્યા.


