— નાયકવાસ પ્રીમિયર લીગ 5 નું આયોજન કરવામાં આવ્યું :
ગરવી તાકાત મહેસાણા : કડી માં આવેલ નાયક્વાસ ના યુવાનો દ્વારા નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કડી ના માર્કેટયાર્ડના ના મેદાન માં અલગ અલગ ટીમો વડે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ હતી.યુવાનોમાં એકતા અને ખેલદિલીની ભાવના જાગૃત થાય અને વિશિષ્ટ ખેલાડીઓની ઓળખ થાય તે માટે કોરોના મહામારીના બે વર્ષ બાદ આ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવા ના કારણે ખેલાડીઓ માં ખુશી ની લાગણી છવાઇ હતી.
આ યોજાયેલ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ અલગ અલગ ટીમો ની વચ્ચે ક્રિકેટ રમાઈ હતી જેમાં
ટુર્નામેન્ટ દળી ઉપર રમવામાં આવી હતી. આ ટુર્નામેન્ટ માં નાયકવાસ ના કુલ આઠ જેટલી ટીમોએ ભાગ લીધો હતો. દરેક ખેલાડીઓ પોતાની ટીમ જીતે તે માટે અલગ અલગ બોલ માં છગ્ગા અને ચોકા તથા રન લેવામાં આવ્યા હતા અને બોલર દ્ઘારા બેટિંગ ખેલાડીઓ ને આઉટ પણ કરવામાં આવ્યા હતા.અને આ ટુર્નામેન્ટ માં છેલ્લે સેમી ફાઇનલ અને ફાઇનલ મેચ યોજાઇ હતી જેમાં વિજેતા પામેલ ક્રિકેટ ટીમના યુવાનોને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યું હતુ. આ કડી માર્કેટયાર્ડ ના મેદાન ખાતે યોજાયેલ નાયકવાસ પ્રીમિયમ લીગ નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.
ટુર્નામેન્ટ દળી ઉપર રમવામાં આવી હતી. આ ટુર્નામેન્ટ માં નાયકવાસ ના કુલ આઠ જેટલી ટીમોએ ભાગ લીધો હતો. દરેક ખેલાડીઓ પોતાની ટીમ જીતે તે માટે અલગ અલગ બોલ માં છગ્ગા અને ચોકા તથા રન લેવામાં આવ્યા હતા અને બોલર દ્ઘારા બેટિંગ ખેલાડીઓ ને આઉટ પણ કરવામાં આવ્યા હતા.અને આ ટુર્નામેન્ટ માં છેલ્લે સેમી ફાઇનલ અને ફાઇનલ મેચ યોજાઇ હતી જેમાં વિજેતા પામેલ ક્રિકેટ ટીમના યુવાનોને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યું હતુ. આ કડી માર્કેટયાર્ડ ના મેદાન ખાતે યોજાયેલ નાયકવાસ પ્રીમિયમ લીગ નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.કડીના નાયકવાસમાં પ્રીમિયમ લિગ-5 ના ઉદ્ઘાટન પ્રસંગે મહેસાણા ડીસ્ટ્રીક બેંકના ચેરમેન વિનોદભાઇ પટેલ,પાલિકા પ્રમુખ ભરતભાઈ પટેલ,પાલિકાના કોર્પોરેટર હિમાંશુભાઈ ખમાર, નાયક સમાજના અગ્રણી અરવિંદભાઈ નાયક, નાગરિક બેંકના વાઈસ ચેરમેન ભરતભાઇ પટેલ,કડી શહેર ભાજપ પ્રમુખ જશુભાઈ પટેલ,કડી શહેર ભાજપ મહામંત્રી પારસ કર્ણિક,વિશ્વ હિન્દુ પરિષદના દિનેશભાઈ પટેલ, રુદ્રજોશી, ભુપેન્દ્રભાઈ પટેલ,કોર્પોરેટર કપુ નાયક તથા નાયક સમાજના વડીલો યુવાનો બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં,કડીના નાયકવાસ પ્રીમિયમ લીગ-5 ને સફળ બનાવવા માટે કોર્પોરેટર નિલેશભાઈ નાયક હિતેશ ભોજક, જતીન નાયક, ભરત જોશી,સુનીલ નાયક,યોગેશ નાયક, રેખા નાયક વાસના યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી.
તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી


