પાટણ નગરપાલિકા ખાતે ચોમાસાની તૈયારીઓ માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને પ્રિ-મોન્સૂન કામગીરીના આયોજન અર્થે બેઠક યોજાઈ…

May 27, 2026

ગરવી તાકાત પાટણ : પાટણ નગરપાલિકા ખાતે ચોમાસાની તૈયારીઓ માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને પ્રિ-મોન્સૂન કામગીરીના આયોજન અર્થે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ આ બેઠકમાં શહેરના ડ્રેનેજ અને સ્ટોર્મ વોટર લાઈન સાફ કરવાના આદેશો અપાયા જ્યારે કોંગ્રેસના કોર્પોરેટરોએ સભ્યોના પ્રશ્નો સાંભળ્યા વિના જ મીટિંગ માત્ર 15 મિનિટમાં સમેટી લેવાનો આક્ષેપ કર્યો પાટણ નગરપાલિકાના ઉપ પ્રમુખ ઉત્કર્ષ પટેલે જણાવ્યું કે આગામી ચોમાસામાં શહેરના રહીશોને કોઈ અગવડ ન પડે તે માટે ડિઝાસ્ટર અને પ્રિ-મોન્સૂન પ્લાનિંગની આ બેઠક યોજાઈ.

Patan Drainage Cleaning Helpline; Congress Alleges 15 Min Meeting Wrap

તેમણે કહ્યું શહેરની તમામ ડ્રેનેજ ગટર અને સ્ટોર્મ વોટર લાઈનોને સંપૂર્ણપણે સાફ કરવાના આદેશો અપાયા જેનાથી પાણી ભરાવવાની સમસ્યામાં 50 થી 60 ટકા રાહત મળી શકે આ આયોજનમાં ફાયર વિભાગ જળ સપ્લાય વિભાગ અને નગરપાલિકાની સમગ્ર ટીમ સાથે મળીને કામ કરશે. પ્રિ-મોન્સૂન કામગીરી માટેની જરૂરિયાતો અંગે નગરપાલિકા વિભાગને જાણ કરવા સૂચના અપાઈ આ ઉપરાંત ફાયર વિભાગ દ્વારા હેલ્પલાઇન નંબર 02766 233232 જાહેર કરવામાં આવ્યો જેના પર સંપર્ક કરીને લોકો મદદ મેળવી શકશે.

Patan Drainage Cleaning Helpline; Congress Alleges 15 Min Meeting Wrap

કોંગ્રેસના કોર્પોરેટર દિપક પટેલે આ બેઠક અંગે વિરોધ નોંધાવતા જણાવ્યું શહેરના પાણી ભરાવવાના પ્રશ્નોની ચર્ચા માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટની મીટિંગ રાખવામાં આવી પરંતુ નગરપાલિકા દ્વારા તમામ સભ્યોને ફોન કરીને જાણ કરવામાં આવી નહોતી સોશિયલ મીડિયા ગ્રુપ દ્વારા જાણકારી મળતા જે સભ્યો હાજર રહ્યા તેમની હાજરીમાં જ મીટિંગ શરૂ કરી દેવાઈ પટેલે વધુમાં કહ્યું જ્યારે સભ્યોએ પાણી ભરાવવાના પ્રશ્નો અંગે રજૂઆત શરૂ ત્યારે માત્ર 15 મિનિટમાં જ આ સભા સમેટી લેવામાં આવી વિપક્ષે માંગ કરી કે આવી ગંભીર સમસ્યાઓ પર ગહન ચર્ચા થવી જોઈએ અને તમામ સભ્યોના પ્રશ્નો સાંભળી તેનું નિરાકરણ લાવવું જોઈએ.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0