— પાર્ટી કહેશે તો હું વિસનગર બેઠક પરથી ચૂંટણી લડીશ : વિપુલ ચૌધરી :
ગરવી તાકાત મહેસાણા : મહેસાણા જિલ્લાના ખડોસણ ગામે વિપુલ ચૌધરીની ભવ્ય સભા યોજાઇ સભામાં મોટી સંખ્યામાં લોકો હાજ
ર રહ્યા હતા વિપુલ ચૌધરીએ વિસનગર ની સીટ ઉપર ચૂંટણી લડવાના સંકેત આપ્યા હતા. વિપુલ ચૌધરીની અર્બુદા સેનામાં રોજેરોજ ભારે સંખ્યામાં લોકો ગામે ગામ જાેડાઈ રહ્યા છે. વિપુલ ચૌધરીએ જણાવ્યું હતું કે થોડા દિવસો પહેલા ખેરાલુ ખાતે એક ખાનગી હોસ્પિટલનું ઉધઘાટન હોવાથી હાલના વર્તમાન સાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરી તેમજ ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ આવ્યા હતા.
જેમાં ખેરાલુ ખાતે સિધ્ધપુર ચોકડી ખાતે પોલીસનો કાફલો તૈનાત કરવામાં આ
વ્યો હતો. જેમાં અર્બુદા સેનાના કાર્યકર્તાઓ વિરોધ ના કરે અને નારા ન લગાવે તે માટે પોલીસનો કાફલો તૈનાત કરાયો હતો અને અર્બુદા સેનાના કાર્યકર્તાઓને ડીટેન કરવામાં આવ્યા હતા.
જેમાં અર્બુદા સેનાના કાર્યકરતા ઓ થી અશોક ચૌધરી તેમજ ઋષિકેશ પટેલ ગયા હતા. વધુમાં જણાવ્યું હતું કે જરૂર પડે તો વિપુલ ચૌધરી વિસનગરની શીટ ઉપર ચૂંટણી લડવાની ઈચ્છા વ્યકત કરતાં હાજર લોકો
એ તેમના આ નિર્ણયને ઉંચા હાથ કરીને વધાવી લીધો હતો.
દરમિયાન 14.6.2022 ના રોજ જે મોગજીભાઇ ચૌધરી તેમજ તેમના પુત્ર અને તેમના ભાણીયા ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો અને પોલીસે ૩૦૭ની કલમ લગાવી હતી . જે આજે કોર્ટ દ્વારા તમામને જામીન મુક્ત કર્યા હતા. તે સાબિત થયું છે કે હંમેશા સચ્ચાઈની જીત હોય છે
અને આમ ના પર લગાવી ૩૦૭ની કલમ બિલકુલ રાજકારણના ઇશારે કલમ લગાવવામાં આવી હતી તેમ વિપુલ ચૌધરીએ જણાવ્યું હતુ. આ યોજાયેલી અર્બુદા સેનાની સભામાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


