આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પાટીદાર સમાજના અગ્રણીઓ વચ્ચે યોજાશે બેઠક

July 6, 2022

ગરવી તાકાત ગાંધીનગર : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પાટીદાર સમાજના અગ્રણીઓ વચ્ચે ગુરુવારે ગાંધીનગર સ્થિત મુખ્યમંત્રી આવાસે મહત્ત્વની બેઠક મળવા જઈ રહી છે. આ બેઠકમાં પાટીદાર અનામત આંદોલન સમયે પાટીદાર યુવાનો પર થયેલા કેસ પરત ખેંચવા અંગેની ચર્ચા થઈ શકે

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, આવતીકાલે મુખ્યમંત્રી આવાસે પાટીદાર અગ્રણીઓની બેઠક છે. જો કે મુખ્યમંત્રી કાર્યાલયનું કહેવું છે કે, આ માત્ર એક શુભેચ્છા મુલાકાત છે. થોડા સમય પહેલા અમદાવાદના ઉમિયા ધામ ખાતે સમાજના આગેવાનોની બેઠક મળી. એ સમયે તમામ મુખ્યમંત્રીએ તમામ અગ્રણીઓને પોતાના આવાસ ઉપર મુલાકાત માટે આમંત્રણ પાઠવ્યું. જેના ભાગરુપે મુખ્યમંત્રી અને પાટીદાર અગ્રણીઓ મળી રહ્યાં છે.

જો કે મળતી માહિતી મુજબ, બિન અનામત આયોગની કામગીરી તેમજ તેના ફંડ વપરાતું ના હોવાની રજૂઆત કરવામાં આવશે. આ સાથે જ પાટીદાર અનામત આંદોલન સમયે પાટીદાર યુવાનો પર જે પોલીસ કેસ થયેલા, તે કેસો પરત ખેંચવા અંગે પણ રજૂઆત કરવામાં આવશે છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0