થરા કોલેજમાં વિશ્વ વસ્તી પખવાડિયા ઉજવણી અંતર્ગત વ્યાખ્યાન યોજાયું

શેર કરવા અહીં ક્લિક કરો.
ગરવી તાકાત કાંકરેજ : કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરામાં આવેલ શ્રી કાંકરેજ તાલુકા કેળવણી મંડળ સંચાલિત શ્રી એસ.એ.સુરાણી વિદ્યાસંકુલ અંતર્ગત શ્રીમતી કાંતાબેન કીર્તિલાલ શાહ આર્ટસ અને શ્રીમતી લીલાવતીબેન બાપુલાલ ગુંજરીયા કૉમેર્સ કોલેજ થરાના અર્થશાસ્ત્ર વિભાગના ઉપક્રમે વિશ્વ વસ્તી પખવાડિયા ઉજવણી અંતર્ગત તા.20/07/2022 ના રોજ “ભારતમાં વસ્તી નીતિ” અંગેનું વ્યાખ્યાન યોજાયું હતું.
વ્યાખ્યાનમાં અર્થશાસ્ત્ર વિષયના બહોળી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈ-બહેનો જોડાયા હતા. કોલેજના પ્રિ.ડૉ.ડી.એસ.ચારણે વ્યાખ્યાનમાં ભારતમાં વસ્તી વધારાના કારણો,વસ્તી વધારાની અસરો અને વસ્તી નિયંત્રણના ઉપાયોની રસપ્રદ અને વિસ્તૃત માહિતી વિદ્યાર્થીઓને આપી હતી. આ કાર્યક્રમ અર્થશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ પ્રા.આર.ટી.રાજપૂત ના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અર્થશાસ્ત્ર વિભાગના પ્રા.અશ્વિનભાઈ એન. જોષીએ કર્યું હતું.
તસવિર અને અહેવાલ : માનસિંહ ચૌહાણ – કાંકરેજ 
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.