મેક્સિકોની દિવાલ કૂદીને અમેરિકામાં ઘુસવાનો પ્રયાસ કરતો કલોલનો યુવક નીચે પટાકાતાં મોત

December 23, 2022
  • દિવાલ કુદીને પત્ની અમેરિકાની બોર્ડરમાંં પટકાતાં ફ્રેકચર અને પિતા અને પુત્ર મેક્સિકોમાં પટકાયાં
  • ત્રણ વર્ષના બાળકને લઇ કૂદવાની કોશિશમાં બાળકને પણ ઇજા પહોંચી

ગરવી તાકાત, ગાંધીનગર – ગાંધીનગર જિલ્લાના એક 32 વર્ષીય યુવાને યુએસ-મેક્સિકો બોર્ડરપર સ્થિર દીવાલ લાંઘવાનો પ્રયત્ન કરવવાના ચક્કરમાં જીવ ગુમાવ્યો, તેના ખોળામાં 3 વર્ષનું બાળક પણ હતું. બાળકને સામાન્ય ઈજા થઈ છે.  કલોલના આ યુવક બ્રિજ કુમાર યાદવ ડીંગુચાથી લગભગ 14 કિમી દૂર આવેલા બોરીશણા ગામનો તે રહેવાસી હતો. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, મૃતક, તેમના પત્ની અને બાળકે ગેરકાયદેસર રીતે અમેરિકા જવાનો પ્રયત્ન કર્યો હતો. લગભગ પંદર દિવસ પહેલા તેમણે આ મુસાફરીની શરુઆત કરી હતી.

અમેરિકા આવવા માટે આ દંપતીએ કલોલના એક એજન્ટનો સંપર્ક કર્યો હતો. એજન્ટે તેમને ત્યાં સેટ કરી દેવાનું વચન આપ્યુ હતું. બ્રિજ કુમાર યાદવ પહેલા કલોલમાં નોકરી કરતો હતો, પરંતુ તેણે અમેરિકા જઈને નસીબ આજમાવવાનો નિર્ણય લીધો. બ્રિજ કુમાર પરિવાર સહિત 40 લોકો બોર્ડર ક્રોસ કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. મેક્સિકોના સરહદ પાર કરીને અમેરિકા જવાની તેમની યોજના હતી. આ ગ્રુપમાં મોટાભાગના લોકો ઉત્તર ગુજરાતના હતા.

બ્રિજ કુમાર યાદવે પોતાના દીકરાને ખોળામાં લીધો હતો અને કોંક્રીટની દીવાલ ચઢવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. આ દીવાલ પર મેટલની પ્લેટ મૂકવામાં આવી છે અને વાયરથી ફેન્સિંગ કરવામાં આવ્યું છે. પત્ની દીવાલ પર ચઢી ગઈ હતી અને અમેરિકા બાજુ પડી હતી પરંતુ બ્રિજ કુમાર અને દીકરો મેક્સિકો બાજુ નીચે પટકાયા હતા. કોઈના પડવાનો અવાજ આવ્યો તો મેક્સિકોનો સુરક્ષાકર્મી ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ડોક્ટરોએ તેને ત્યાં જ મૃતક જાહેર કર્યો હતો અને દીકરાને હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યો છે. પત્નીના પણ હાથમાં ફ્રેક્ચર થયા છે. તેને અમેરિકાની હોસ્પિટલમાં લઈ જવામાં આવી છે. ગુજરાત પોલીસ અને રાજ્યની અન્ય સંસ્થાઓ મળીને લોકોને આ રીતે વિદેશ મોકલવામાં મદદ કરતા માનવ તસ્કરોની શોધમાં લાગી ગઈ છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0