મહેસાણામાં રાજા રામમોહનરાયની 250મી જન્મ જ્યંતિ નિમિત્તે મંગળવારે વિશાળ રેલી યોજાશે

શેર કરવા અહીં ક્લિક કરો.

ગરવી તાકાત મહેસાણા : ભારત સરકારશ્રીના સાંસ્કૃતિક મંત્રાલય હસ્તકના રાજા રામમોહન રોય લાયબ્રેરી ફાઉન્ડેશન કલક્તતાના સહયોગથી અને રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવત્તિઓ વિભાગ તેમજ નિયામક ગ્રંથપાલની કચેરી ગાંધીનગર દ્વારા રાજા રામમોહન રોયની 250મી જન્મ જ્યંતિની ઉજવણી અંતર્ગત મહેસાણા જિલ્લામાં જનજાગૃતિ રેલીનું આયોજન કરેલ છે.. આ ઉજવણી અંતર્ગત સ્ત્રી સશક્તિકરણના ભાગ રૂપે જનજાગૃતિ કેળવાય તે માટે સરકારી જિલ્લા પુસ્કાલય મહેસાણા દ્વારા 250 વિધાર્થીઓ સાથે 30 ઓગષ્ટના રોજ સવારે 09 00 કલાકે વિશાળ રેલીનું આયોજન કરાયું છે.

30 ઓગષ્ટને મંગળવારના રોજ સવારે 09-00 કલાકે કમળાબા હોલ સાર્વજનિક કેમ્પસ ખાતેથી રેલી યોજાશે જે તોરણવાળીથી બસ સ્ટેશન થઇ સરકારી જિલ્લા પુસ્કાલય મહેસાણા ખાતે પરત આવનાર છે. આ રેલીમાં સંસદ સભ્ય શ્રીમતી શારદાબહેન પટેલ ઉપસ્થિત રહેનાર છે તેમ ગ્રંથપાલ સરકારી જિલ્લા પુસ્તકાલય મહેસાણાની અખબારી યાદીમાં જણાવાયું છે

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.