નરસિંહભાઈ પટેલ ડેન્ટલ કોલેજ એન્ડ હોસ્પિટલના ઓરલ અને મેક્સિલોફેસિયલ સર્જરી વિભાગે તારીખ ૪ થી ૬ ઓગસ્ટ દરમિયાન “ઝાયગોમેટિક ઈમ્પ્લાન્ટ” પર એક ઉચ્ચ સ્તરીય ઓફલાઇન વર્કશોપ યોજાયો
આ વર્કશોપ માં એક્સપર્ટ તરીકે ડૉ. ગિરીશ રાવ, સિનિયર ઓરલ અને મેક્સિલોફેસિયલ સર્જન; અને ડો. આનંદ ક્રિષ્ના જી.એન., પ્રોસ્ટોડોન્ટિસ્ટ અને બેંગ્લોરના ઇમ્પ્લાન્ટોલોજિસ્ટને આમંત્રિત કરાયાં
ગરવી તાકાત, વિસનગર તા. 14 – નરસિંહભાઈ પટેલ ડેન્ટલ કોલેજ એન્ડ હોસ્પિટલના ઓરલ અને મેક્સિલોફેસિયલ સર્જરી વિભાગે તારીખ ૪ થી ૬ ઓગસ્ટ દરમિયાન “ઝાયગોમેટિક ઈમ્પ્લાન્ટ” પર એક ઉચ્ચ સ્તરીય ઓફલાઇન વર્કશોપનું આયોજન કરવામાં આવેલ હતું. આ વર્કશોપ માં એક્સપર્ટ તરીકે ડૉ. ગિરીશ રાવ, સિનિયર ઓરલ અને મેક્સિલોફેસિયલ સર્જન; અને ડો. આનંદ ક્રિષ્ના જી.એન., પ્રોસ્ટોડોન્ટિસ્ટ અને બેંગ્લોરના ઇમ્પ્લાન્ટોલોજિસ્ટને આમંત્રિત કરવામાં આવ્યા હતા. 25 સહભાગીઓ ઝાયગોમેટિક ઇમ્પ્લાન્ટ્સ વિશે ઊંડાણપૂર્વક સમજ મેળવવા માટે કેરળ, તેલંગાણા, બેંગ્લોર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતમાંથી ફેકલ્ટી મેમ્બર્સ અને સ્ટુડન્ટસે લાભ લીધો હતો.

પ્રથમ દિવસની શરૂઆતમાં ઉપસ્થિત મહેમાન શ્રીઓ નું સન્માન કરવામાં આવ્યું હતું અને OMFS ના હેડ ઓફ ડીપાર્ટમેન્ટ ડો. અનિલ માનગુટ્ટી દ્વારા પ્રતિનિધિઓનું હાર્દિક સ્વાગત અને અભિવાદન કરવામાં આવ્યું હતું. બંને દિવસ ઉપસ્થિત વિદ્વાનો દ્વારા વિષયગત માર્ગદર્શન આપવામાં આવેલ હતું જેમાં ડો. ગિરીશ રાવ દ્વારા સર્જીકલ શરીરરચના, સંકેતો, વિરોધાભાસ અને સર્જીકલ પ્રક્રિયા પર પોતાના વિચારો રજૂ કર્યા હતા. ત્યારબાદ 3D મોડલ્સ પર વ્યક્તિગત ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. દરેક સહભાગીએ ઝાયગોમેટિક ઈમપ્લાન્ટ મૂકવાની સર્જિકલ ટેકનીકનો પ્રત્યક્ષ અનુભવ કર્યો હતો. દ્વિતીય સત્ર ડો. આનંદ કૃષ્ણ દ્વારા ઝાયગોમેટિક ઈમપ્લાન્ટ અંગે વિચારણાઓ વિશે લેવામાં આવ્યું હતું.
બીજા દિવસની શરૂઆત દર્દી પર સર્જીકલ પ્રક્રિયાના લાઈવ સર્જીકલ ડેમોસ્ટ્રેશન સાથે થઈ જેમાં દરેક પગલાને ડો. ગીરીશ રાવ દ્વારા વિગતવાર સમજાવવામાં આવ્યું હતું અને તે પછી ડો. આનંદ કૃષ્ણ દ્વારા પ્રોસ્થેસિસના સ્ટેપવાઈઝ ફેબ્રિકેશનનું જીવંત નિદર્શન કરવામાં આવ્યું હતું. આગળ અમે ડિજિટલ સોફ્ટવેર પર વર્ચ્યુઅલ સર્જીકલ પ્લાનિંગ શીખ્યા. દરેક સહભાગીએ તેમના લેપટોપ પર ઇમ્પ્લાન્ટ પોઝિશનનું વ્યક્તિગત ડિજિટલ આયોજન કર્યું. વર્કશોપ ના સફળ આયોજન બદલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી પ્રકાશ પટેલ પ્રોવોસ્ટ ડો. પ્રફુલકુમાર ઉદાણી, ડેન્ટલ કોલેજના ડીન ડો. વિલાસ પટેલ તથા સમગ્ર ટ્રસ્ટી મંડળે આયોજકોને શુભેચ્છાઓ પાઠવી હતી તથા ઉપસ્થિત મહેમાન શ્રીઓ નો આભાર વ્યક્ત કર્યો હતો.


