ગરવી તાકાત મહેસાણા : મહેસાણા વિવેકાનંદ કેન્દ્ર કન્યાકુમારી કર્ણાવતી વિભાગ દ્વારા મહેસાણા સાર્વજનિક વિધાસંકુલ ખાતે 15 અમૃત
પરિવાર મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. વિવેકાનંદ કેન્દ્ર કન્યાકુમારીના અખિલ ભારતીય ઉપાધ્યક્ષા પદ્મક્ષી નિવેદિતા રઘુનાથ ભીંડે દ્વારા “સમાજના મૂળ આધાર પરીવાર” વિષય પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે નવોદિતા ભીંડેએ જણાવ્યું હતું
કે પરીવારને મજબૂત કરવા માટે ભાષા,ભુષા,ભોજન,ભજન,ભવન અને ભ્રમણના છ “ભ” થી રાષ્ટ્રને આધ્યાત્મિક દિશા તરફ લઇ જઇ વિશ્વગુરૂ બનાવવા અનુંરોધ કર્યો હતો.તેમણે પરીવારમાં સારી
પેઢીના નિર્માણ માટે પરીવાર વચ્ચે તંદુરસ્ત ચર્ચા કરવા પણ જણાવ્યું હતું આ પ્રસંગે અખીલ ભારતીય વિધાર્થી પરિષદના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડો.સી.એન.પટેલે પણ માર્ગદર્શન આપ્યું હતું.
આ કાર્યક્રમમાં ડો. કમલેશભાઈ ઉપાધ્યાય નલિનભાઈ પંડ્યાની વિશેષ ઉપસ્થિતી રહી હતી. આ કાર્યક્રમમાં 52 અમૃત પરીવારોના 135 સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સમ્રગ કાર્યક્મનુ આયોજન વિવેકાનંદ કેન્દ્રના જીવનવ્રતી કંચનદીદીની અધ્યક્ષતામાં કરાયું હતું.તેમ વિવેકાનંદ કેન્દ્ર મહેસાણાના પાલક અધિકારી ઘેમરભાઇ ચૌધરી, તેમજ કર્ણાવતી વિભાગના પ્રમુખ નિરાગભાઇ દવે દ્વારા જણાવાયું છે


