કડીમાં વિધાનસભાની ચૂંટણીને લઈને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની નો ભવ્ય રોડસો યોજાયો

December 3, 2022

ગરવી તાકાત) મહેસાણા : ગુજરાત વિધાનસભાની ચૂંટણીના હવે પ્રચાર પ્રસારમાં ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે દરેક પાર્ટીના નેતા પોતાનું જોર લગાવી રહ્યા છે ત્યારે કડી ભારતીય જનતા પાર્ટી દ્વારા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની નો ભવ્ય રોડ શો આયોજન કરવામાં આવ્યું હતું આ રોડ શો કડીના કમળ સર્કલ થી નીકળીને કડીના દરેક માર્ગો ઉપર ફર્યો હતા. બીજા તબક્કામાં કડી વિધાનસભા બેઠક પર મતદાન થવાનું છે ત્યારે દરેક પક્ષો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે.

પાંચ મી ડિસેમ્બરે કડી બેઠક પર મતદાન થવાનું છે ત્યારે પ્રચાર પ્રસારમાં કંઈ કચાસ ન રહી જાય તે માટે દરેક પક્ષો દ્વારા એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે અને મતદારોને રીઝવવા માટે અલગ અલગ પ્રકારના પ્રચાર પ્રસાર શરૂ થઈ ગયા છે ત્યારે હવે પ્રચાર પ્રસારના પણ એક કે બે દિવસો જ બાકી રહ્યા છે ત્યારે કડી ભારતીય જનતા પાર્ટી દ્વારા ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેન્દ્રીય મંત્રી અને ભાજપના સ્ટાર પ્રચારક સ્મૃતિ ઈરાની કડી ખાતે આવી પહોંચ્યા હતા અને કડીના કમળ સર્કલ પાસે આવેલ મધ્યસ્થ કાર્યાલય પાસેથી ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું

કડી કમળ સર્કલ પાસે આવેલ ચૂંટણી લક્ષી મધ્યસ્થ કાર્યાલયથી ભવ્ય સ્મૃતિ ઈરાની નો રોડ શો નીકળ્યો હતો અને પાણીની ટાંકીથી કરણનગરની અલગ અલગ સોસાયટીઓ, હાઇવે ચાર રસ્તા, પીરબોરડી ઢાળ, મંત્રી રોડ, ટાવર, ગાંધીચોક, ભાગ્યોદય હોસ્પિટલ, ધરતી સીટી, અયોધ્યા રામજી મંદિર, જકાતનાકા, દડી સર્કલ સહિત 5 કિલોમીટર થી વધારે રોડ શો યોજાયો હતો આ રોડ શો માં ગુજરાત રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, મહેસાણા ડિસ્ટ્રીક બેંકના ચેરમેન વિનોદભાઈ પટેલ, મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રહલાદભાઈ પરમાર,એપીએમસી ચેરમેન રાજુભાઈ પટેલ ભાજપના ઉમેદવાર કરશનભાઈ સોલંકી, નાગરિક બેંકના વાઇસ ચેરમેન ભરતભાઈ પટેલ સહિતના કાર્યકર્તાઓ તેમજ ગામે ગામથી કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા.
તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0