— કડી શહેર તથા ગ્રામ્ય વિસ્તાર ના લોકો મળી ને કુલ 2308 રકતદાન એકત્રીત કર્યું :
ગરવી તાકાત મહેસાણા : કડી ના પનોતા પુત્ર અને રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ 67 જન્મ દિવસ ધામ ધૂમથી ઉજવવામાં આવ્યો હતો. જન્મ દિવસ નિમિત્તે મહેસાણા જીલ્લામાં તથા કડી શહેરમા અનેક કાર્યક્રમો યોજાયા હતા. પૂર્વ નાયબ મુખ્યમંત્રીના વતન કડી ખાતે સત્તાવીસ સમાજ સરદાર યુવક મંડળ દ્વારા છેલ્લા 8 વર્ષથી રક્તદાન કેમ્પ યોજાય છે.જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાઇ ને રકતદાન કેમ્પ માં જોડાતા હોય છે.
સમારંભ ના ઉદઘાટક તરીકે ગુજરાત રાજ્ય ના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ ઉપસ્થિત રહી ને નીતિનભાઈ પટેલ ને જન્મ દિવસ ની શુભેચ્છા પાઠવવામાં આવી હતી. કાર્યક્રમ ની શરૂઆતમાં ચંપાબેન રતિલાલ પટેલ ટાઉન હોલ ખાતે દીપ પ્રાગટ્ય કરીને મહા રક્ત દાન કેમ્પ ની શરૂઆત કરવામાં આવી હતી. અને રકતદાન કરતા દરેક લોકો સાથે મળી ને શુભેચ્છા મુલાકાત લીધી હતી અને દરેક રક્તદાતાઓ ને 10 લિટર પાણીનો જંગ,બેગ 1 નંગ, ચોપડા 6 નંગ ભેટ આપવામાં હતી. અને કડી ચંપાબેન રતિલાલ પટેલ ટાઉન હોલ ખાતે થી ભારતિય જનતા પાર્ટી ના કાર્યકર્તાઓ દ્વારા ભવ્ય બાઈક રેલી નીકાળવવામાં આવી હતી
અને રોડ શો દરમ્યાન ભાગ્યોદય હોસ્પિટલ ખાતે પણ નીતિનભાઇ પટેલ,સી.આર.પાટીલ અને હોસ્પિટલ ના ટ્રસ્ટીઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરી ને પૂજા અર્ચના કરવામાં આવી હતી. ભાગ્યોદય હોસ્પિટલ કડી દ્ધારા વિનામુલ્યે સર્વ રોગ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દર્દીઓ ને જરૂરિયાત પ્રમાણે તપાસ લેબોરેટરી ટેસ્ટ, X Ray ,ECG કરી આપી ને દરેક દર્દીઓ ને ફ્રી માં દવાઓ આપવામાં આવી હતી અને દર્દીઓને ની મુલાકાત લઇને દર્દીઓને ફૂટ વિતરણ કરવામાં આવ્યું હતું.
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ના સંકલ્પ સાથે એ.પી.એમ.સી કડી નગરની 24 આંગણવાડી તેમજ કડી શહેર તથા તાલુકાના કુપોષિત બાળકોને પૌષ્ટિક આહાર વિતરણ કરવામાં આવ્યું હતું.કડી નગરપાલીકા દ્વારા નમો ઋષિવન માં 6700 રોપાઓનું વૃક્ષારોપણ કરવામાં આવશે જેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.સાથે મહેસાણા જિલ્લામાં પણ નીતિનભાઇ પટેલ ના 67 માં જન્મ દિવસ નિમિત્તે મહેસાણા માં પણ અલગ અલગ કાર્યક્રમો યોજાયા હતા.
નીતિનભાઇ પટેલ ના જન્મ દિવસ નિમિત્તે સતાવીસ સમાજ સરદાર યુવક મંડળ ,કડીના ચીફ એડવાઈઝર મુકેશભાઇ પટેલ ની રાહદારી હેઠળ 2014 થી 2021 સુધી 8 વાર રકતદાન શિબિર કેમ્પ કરી કુલ 6842 યુનિટ એકત્રિત કરવામાં આવ્યા હતા અને આ વર્ષ નીતિનભાઇ પટેલ ના 67 માં જન્મ દિવસ નિમિત્તે મહા રક્ત દાન કેમ્પ માં 2308 રકતદાન એકત્રિત કરવા માં આવ્યું હતું. કડી ખાતે આવેલ એ.પી.એમ.સી ના મેદાન ખાતે જાહેર સભા યોજાઈ હતી જેમાં કડી શહેર ના તથા તાલુકા ભાજપના કાર્યકર્તાઓ અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં
જેમાં આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય ના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, જગદીશભાઈ વિશ્વકર્મા, અજયભાઇ પટેલ, સંસદ સભ્ય શારદાબેન પટેલ , સંસદ સભ્ય જુગલજી ઠાકોર, મહામંત્રી પ્રદેશ ભાજપ,રજનીભાઇ પટેલ, ડો. ઋત્વિક પટેલ, અશોક ચૌધરી દૂધ સાગર ડેરીના ચેરમેન, શંકરભાઈ ચૌધરી બનાશ ડેરીના ચેરમેન, ડિરેક્ટર ગુજકોમાસોલ વિનોદભાઇ પટેલ,એ.પી.એમ.સી. ચેરમેન રાજુભાઈ પટેલ, નગરપાલીકા પ્રમુખ ભરતભાઇ પટેલ, ધારાસભ્ય કરશનભાઈ સોલંકી, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રહલાદભાઇ પરમાર સાથે ભારતિય જનતા પાર્ટી ના હોદેદારો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ને નીતિનભાઇ પટેલ ના 67 માં જન્મ દિવસ ની શુભેચ્છા પાઠવવામાં આવી હતી અને કાર્યક્રમ માં સહભાગી બન્યા હતા.
— ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ કડી ના મેદાન ખાતે યોજાયેલ જાહેર સભા માં અનેક લોકોના ખિસ્સા કપાયાં :
કડી ખાતે યોજાયેલ ગુજરાત રાજ્ય ના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ ના 67 જન્મ દિવસ નિમિત્તે કડી ખાતે ભવ્ય બાઈક રેલી તથા એ.પી.એમ.સી. ના મેદાન ખાતે યોજાયેલ જાહેર સભા માં થી ધક્કા મુક્કી માં ગણા લોકોના ખિસ્સા કપાયાની બૂમરાડ સામે આવી છે ત્યારે નગરપાલીકા ના કોર્પોરેટર થી લઈને અનેક ભાજપના ટોચના નેતાઓ તથા નેતાઓ ના અંગરક્ષક ના પણ ખિસ્સા કપાયાં છે જે લોક મુખે ચર્ચા ઓ જોવા મળી રહી છે. સમગ્ર કાર્યક્રમ પૂર્ણ થતાં ની સાથે જ લોકો ને ખબર પડતાં લોકોના ટોળે ટોળા પોલીસ સ્ટેશન ખાતે દોડી આવ્યા હતા.આશરે 25 થી 30 લોકો ખિસ્સા કપાયાં હોવાનું જાણવા મળી આવ્યું છે.
તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી


