ગરવી તાકાત થરાદ : થરાદ તાલુકાના કાસવી ગામે આજ રોજ કાસવી ગૃપ ગ્રામ સભાનું આયોજન સરપંચ નાં અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું. ગ્રામસભા માં સરપંચ, તલાટી,ગામ પંચાયત નાં સદસ્યો,તેમજ ગામલોકો હાજર રહ્યા હતા. ગ્રામસભા ની અગાઉ જાહેર સ્થળો એ અગાઉના દિવસોમાં નોટિસ આપી ને જાણ કરવામાં આવી હતી.
ઘર વિહોણા લોકોને પ્લોટ આપવા ની ચર્ચા સભામાં કરવામાં આવી હતી.તમામ લોકો ની સરવાનુમતિ થી મુદ્દા નો નિકાલ કરી પ્લોટ ફાળવવા રજૂઆત કરી હતી.
તસવિર અને અહેવાલ : નયન ચૌધરી – થરાદ