ગરવી તાકાત મહેસાણા : ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ, સાંકળચંદ પટેલ યુનિવર્સિટી દ્વારા MBA ના પ્રથમ સત્રના વિદ્યાર્થીઓ માટે ફ્રેશર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિભાગમાં રીવાજ મુજબ દર વર્ષે વિભાગના સીનીયર વિદ્યાર્થીઓ વિભાગમાં પ્રવેશ મેળવતા નવા વિદ્યાર્થીઓને Freshers Party આપીને એમનું ભાવભીનું સ્વાગત કરે છે. ફ્રેશર પાર્ટીનું આયોજન ૧૯ ઓક્ટોબર, 2022ના રોજ હરિહર હોલ, વિસનગર ખાતે કરવામાં આવ્યું હતું. ફ્રેશર પાર્ટીનું આયોજન MBA પ્રોગ્રામના ૨૦૨૧-૨૦૨૩ બેચના સીનીયર વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓની આયોજન સમિતિએ સ્થળ, ભોજન, રમતો, ઈનામો, શણગાર, ડીજે અને અન્ય જરૂરિયાતોને અંતિમ સ્વરૂપ આપ્યું હતું.
આ ઇવેન્ટના નાણાકીય ખર્ચ માટે વિદ્યાર્થીઓએ સ્પોન્સર્સ સાથે જોડાણ કર્યું અને એવેરેસ્ટ પ્રીસીસનની સ્પોન્સરશિપ મેળવી હતી. આ પાર્ટીમાં કુલ ૧૧૮ વિદ્યાર્થીઓએ સક્રિયપણે ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત વિભાગના પ્રોફેસર્સ ડૉ. દિવ્ય દીપ સિંહ, પ્રો. દિવ્યાની કુંપાવત, પ્રો. નેહા જે પટેલ, ડૉ. ફરાના કુરેશી અને ડૉ. નેહા સિંહ હતા અને આયોજનનું વિશેષ ધ્યાન રાખ્યું હતું. ઇવેન્ટની શરૂઆત MBA કોર્સના તમામ બેચ દ્વારા રેમ્પ વોક એન્ટ્રીથી સાથે થઈ હતી અને નૃત્ય, ગાયન, કવિતા અને સ્ટેન્ડ અપ વગેરે કેટેગરીમાં તમામ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ ઉપરાંત ફ્રીઝ ડાન્સિંગ, ટાસ્ક ફ્રોમ ધ બાઉલ વગેરે જેવી પ્રવૃત્તિઓ આ પાર્ટીના વિશેષ આકર્ષણ રહ્યા હતા. છેલ્લી ઇવેન્ટ મિસ અને મિસ્ટર ફ્રેશર હતી જેના માટે મિસ ફ્રેશર નિધિ ચૌહાણ અને મી. ફ્રેશર આકાશ પ્રજાપતિની પસંદગી કરવામાં આવી હતી.
તેઓને શિલ્ડ અને ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ડીજે પર ગ્રુપ ડાન્સ અને ગરબા સાથે કાર્યક્રમનું સંસ્કૃતિક કાર્યક્રમને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. ભોજનની વ્યવસ્થા પણ સ્થળ પર જ કરવામાં આવી હતી. સમૂહ ચિત્ર સાથે પાર્ટીનું સમાપન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ વખતે ગ્રેજ્યુએશન કર્યા બાદ મહત્તમ વિદ્યાર્થીઓએ મેનેજમેન્ટ વિષયમાં રસ દાખવ્યો છે જે અત્યંત ખુશીના સમાચાર છે. કેમ કે રાષ્ટ્ર નિર્માણમાં બિજનેસનું વિશિષ્ટ યોગદાન રહેલું છે અને જેટલા વધારે લોકો મેનેજમેન્ટ એજ્યુકેશન મેળવે અને સરકારની સ્ટાર્ટ અપ યોજનાનો લાભ લેશે તો તેઓ રોજગાર ઉત્પન્ન કરશે.
MBA વિભાગ છેલ્લા ૨૨ વર્ષથી કાર્યરત છે અને ગુજરાતના શ્રેષ્ઠ MBA વિભાગમાં સ્થાન પ્રાપ્ત કરેલ છે. MBA વિભાગ દ્વારા બે પ્રોગ્રામ ચલાવવામાં આવે છે. MBA અને IMBA. MBA પ્રોગ્રામ કોઈપણ વિદ્યાર્થી સ્નાતક થયા બાદ કરી શકે છે અને IMBA પ્રોગ્રામ કોઈપણ વિદ્યાર્થી ધોરણ ૧૨ પાસ કર્યા બાદ કરી શકે છે.
આ કાર્યક્રમના ઉપક્રમે સાંકળચંદ પટેલ યુનીવર્સીટીના પ્રેસિડેન્ટ શ્રી પ્રકાશ પટેલનું વિશેષ માર્ગદર્શન મળ્યું હતું. યુનીવર્સીટીના પ્રોવોસ્ટ ડૉ. ડી. જે. શાહે ફ્રેશર પાર્ટીના સફળ આયોજન બદલ શુભેચ્છાઓ પાઠવી હતી. પ્રિન્સીપાલ ડૉ. એસ. જી. શાહે આયોજક મંડળ અને સર્વે ભાગ લેનાર વિદ્યાર્થીઓને તેમના કાર્ય બદલ વિશેષ અભિનંદન પાઠવ્યા હતા.