— કડી સરકારી આયુર્વેદ હોસ્પીટલ દ્ધારા યોજાયેલ આ કેમ્પ માં આયુર્વેદિક 267 તથા હોમિયોપેથીક 80 લાભાર્થીઓ એ લાભ લીધો :
ગરવી તાકાત મહેસાણા : કડી કરણનગર રોડ ખાતે આવેલ સરકારી આયુર્વેદ હોસ્પીટલ એ આયુર્વેદિક દવાઓ થી ગણા
બધા દર્દીઓ ને સારવાર દ્ધારા રાહત મળતી જોવા મળી રહેતી હોય છે ત્યારે આ હોસ્પિટલ માં કડી તથા આજુબાજુ ગામના લોકો મોટી સંખ્યામાં માં આ હોસ્પિટલ નો લાભ લેતા હોય છે.અને ડોકટર અને ત્યાં ના સ્ટાફ ના લોકો દર્દીઓ ને જરૂરી સારવાર તથા ચોક્કસ માર્ગદર્શન આપવા આવતું હોય છે ત્યારે કડી માં આવેલ કરણનગર ગ્રામપંચાયત ખાતે નિ:શુલ્ક આયુષ મેગા નિદાન સારવાર કેમ્પ નું આયોજન પ્રાથમિક શાળા, કરણનગર ખાતે કરવામાં આવ્યું હતું.
બધા દર્દીઓ ને સારવાર દ્ધારા રાહત મળતી જોવા મળી રહેતી હોય છે ત્યારે આ હોસ્પિટલ માં કડી તથા આજુબાજુ ગામના લોકો મોટી સંખ્યામાં માં આ હોસ્પિટલ નો લાભ લેતા હોય છે.અને ડોકટર અને ત્યાં ના સ્ટાફ ના લોકો દર્દીઓ ને જરૂરી સારવાર તથા ચોક્કસ માર્ગદર્શન આપવા આવતું હોય છે ત્યારે કડી માં આવેલ કરણનગર ગ્રામપંચાયત ખાતે નિ:શુલ્ક આયુષ મેગા નિદાન સારવાર કેમ્પ નું આયોજન પ્રાથમિક શાળા, કરણનગર ખાતે કરવામાં આવ્યું હતું.કરણનગર ગ્રામજનોએ તથા શાળાના વિદ્યાર્થીઓએ પોતાની તક્લીફ સબંધીત સારવાર હેતુ કેમ્પનો બહોળો લાભ લીધો. કેમ્પમાં કુલ-આયુર્વેદિક
૨૬૭ તથા હોમીયોપેથિક ૮૦ લાભાર્થીઓએ લાભ લીધો. કેમ્પમા આયુર્વેદ – હોમિયોપેથી – નિદાન – સારવાર સ્વસ્થવ્રુત પ્રદર્શન, યોગસન ના ચાર્ટ પ્રદર્શન, ઘર આંગણ ની ઓષધીઓનુ પ્રદર્શન,તથા ઋતુજન્ય તથા મંકીપોકસ રોગચાળા સામે ઉકાળા અને સંશમની વટીનુ વિતરણ વગેરે કરવામા આવ્યુ હતુ.
૨૬૭ તથા હોમીયોપેથિક ૮૦ લાભાર્થીઓએ લાભ લીધો. કેમ્પમા આયુર્વેદ – હોમિયોપેથી – નિદાન – સારવાર સ્વસ્થવ્રુત પ્રદર્શન, યોગસન ના ચાર્ટ પ્રદર્શન, ઘર આંગણ ની ઓષધીઓનુ પ્રદર્શન,તથા ઋતુજન્ય તથા મંકીપોકસ રોગચાળા સામે ઉકાળા અને સંશમની વટીનુ વિતરણ વગેરે કરવામા આવ્યુ હતુ.આ કેમ્પના ઉદઘાટનમાં શ્રી અશ્વિનભાઇ પટેલ, ભાજપ કડી તાલુકા પ્રમુખ, સરપંચશ્રી પરેશભાઇ પટેલ, કરણનગરના મુરબ્બીઓ તથા સરકારી આયુર્વેદ હોસ્પીટલ, કડી ના વૈધ પંચકર્મ શ્રી વૈધ મિહિરભાઇ વાજા, મેડીકલ ઓફીસર (આયુર્વેદ) વૈદ્ય વર્ષાબેન પટેલ, વૈદ્ય હર્ષભાઇ પટેલ તથા મે.ઓ.શ્રી (હોમિયોપેથી) ડો. રિટાબેન પટેલ તથા પ્રાથમિક શાળા, કરણનગરના આચાર્યશ્રી શ્રીમતી જીલીયનબેન વડાવીયા તથા નુતન માધ્યમિક શાળાના આચાર્યશ્રી સુરેન્દ્રભાઈ પટેલ હાજર રહી કેમ્પને ખુલ્લો મુકયો હતો. સરકારી આયુર્વેદ હોસ્પીટલ દ્ધારા આયોજિત નિ:શુલ્ક આયુષ મેગા નિદાન કેમ્પ માં મોટી સંખ્યામાં લોકો એ લાભ લીધો હતો.
તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી


