ગરવી તાકાત મહેસાણા : મોઢેરા રોડ પર સૂર્યા કોમ્પલેક્ષમાં 12 એપ્રિલની મોડી રાત્રે આગ લાગવાની ઘટના બની રાત્રિના અંદાજે 12 વાગ્યાના સુમારે કોમ્પલેક્ષમાં દુકાન નંબર 30, 31 અને 32માં અચાનક આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો અગમ્ય કારણોસર લાગેલી આ આગની જ્વાળાઓ જોતા જ આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા.

ઘટના અંગે કોમ્પલેક્ષમાં જ પાન પાર્લર ચલાવતા મિતલબેન ગોસ્વામીએ સતર્કતા દાખવી તુરંત મહેસાણા ફાયર બ્રિગેડને જાણ કરી બનાવની ગંભીરતાને ધ્યાને લઈ મહેસાણા મહાનગરપાલિકાનું ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચી ગયું ફાયર ફાઈટરના જવાનોએ ભારે જહેમત બાદ અંદાજે 7000 લીટર પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો.

જોકે, આગ એટલી વિકરાળ હતી કે દરજીની દુકાનમાં રહેલો તમામ સામાન અને કપડાં બળીને ખાખ થઈ ગયા સદનસીબે આ ઘટના મોડી રાત્રે બની હોવાથી કોઈ જાનહાનિ થઈ પરંતુ દુકાનદારોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો હાલમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.


