ગરવી તાકાત મહેસાણા : વિસનગર તાલુકાના રાજગઢ ગામે કંકુ-ચોખાની વિધિને લઈને બે પડોશી મહિલાઓ વચ્ચે મારામારી થઈ આ ઘટનામાં બંને પક્ષની મહિલાઓ ઈજાગ્રસ્ત થઈ વિસનગર તાલુકા પોલીસે સામસામી ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી રાજગઢ ગામે રહેતા 60 વર્ષીય ચંદ્રિકાબેન નારાયણભાઈ પટેલ રવિવારે તેમના ઘર પાસે ઊભા તે સમયે પડોશમાં રહેતા ચંપાબેન અશોકભાઈ પટેલે તેમના ભેંસો બાંધવાના ઢાળિયા પાસે કંકુ-ચોખા કોણે નાખ્યા તે બાબતે ઉગ્ર બોલાચાલી કરી ચંદ્રિકાબેને પોતે કશું નાખ્યું નથી તેમ કહેવા છતાં ચંપાબેન ઉશ્કેરાઈ ગયા હતા અને અપશબ્દો બોલવા લાગ્યા અપશબ્દો બોલવાની ના પાડતા મામલો વધુ બિચક્યો ચંપાબેન લાકડી લઈ આવ્યા અને ચંદ્રિકાબેનને ડાબા પગના થાપાના ભાગે તથા બરડામાં ફટકા મારી ગડદાપાટુનો માર મારી નીચે પાડી દીધા.

ચંદ્રિકાબેનની બૂમાબૂમ સાંભળી મહોલ્લાના અન્ય લોકો દોડી આવ્યા અને તેમને વધુ મારથી છોડાવ્યા ઈજાગ્રસ્ત ચંદ્રિકાબેનને તાત્કાલિક સારવાર માટે વિસનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા આ બનાવ અંગે વિસનગર તાલુકા પોલીસે ચંપાબેન અશોકભાઈ પટેલ વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી સામેપક્ષે, રાજગઢ ગામના પટેલવાસમાં રહેતા ચંપાબેન અશોકભાઈ પટેલે ફરિયાદ નોંધાવી કે રવિવારે તેમણે તેમના પડોશમાં રહેતા ચંદ્રિકાબેન નારાયણભાઈ પટેલને તેમના ઘરની પાછળના ભેંસો બાંધવાના ઢાળિયા પાસે કંકુ અને ચોખાની કોઈ વિધિ કરીને નાખતા જોયા.

આ બાબતે ચંપાબેને પૂછપરછ કરતા ચંદ્રિકાબેન એકદમ ઉશ્કેરાઈ ગયા અને અપશબ્દો બોલવા લાગ્યા તકરાર વધતા ચંદ્રિકાબેન પોતાના હાથમાં ધોકો લઈ આવ્યા અને ચંપાબેનના કપાળના ભાગે ડાબી બાજુ જોરદાર ફટકો મારી દીધો હુમલા બાદ ચંપાબેને બૂમાબૂમ કરતા તેમના પતિ અને અન્ય પાડોશીઓ દોડી આવ્યા અને તેમને વધુ મારથી બચાવ્યા લોહીલુહાણ થયેલા ચંપાબેનને 108 એમ્બ્યુલન્સ મારફતે વિસનગર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યા જ્યાં તબીબોએ તેમના કપાળના ભાગે ચાર ટાંકા લીધા આ સમગ્ર મામલે વિસનગર તાલુકા પોલીસે ચંદ્રિકાબેન નારાયણભાઈ પટેલ વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી.


