મહેસાણા જિલ્લાના લાંઘણજ ગામમાં દૂધમાં ભેળસેળ કરતા ગ્રાહકને ૨૧ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો

July 1, 2022

— મહેસાણાની લાંઘણજ દૂધ મંડળી દ્વારા કાર્યવાહી કરાઈ :

ગરવી તાકાત મહેસાણા :  મહેસાણા જિલ્લાના લાંઘણજ ગામમેં આવેલ દૂધ મંડળી દ્વારા ડેરીમાં દૂધ ભરાવવા માટે આવતા ગ્રાહકના દૂધમાં ભેળસેળ આવતા ગ્રાહકને દૂધ મંડળીની કમિટી દ્વારા દંડ કરવામાં આવ્યો.

લાંઘણજ દૂધ મંડળીના પ્રમુખ નરેન્દ્રભાઇ પટેલ દ્વારા ડેરીમાં ભરાવવા માટે આવતા ગ્રાહકોના દૂધના સેમ્પલ લઈ રહ્યા હતા. ત્યારે 1 મહિલા દૂધ ઉત્પાદક ગ્રાહકના દૂધમાં પ્રાથમિક દ્રૃષ્ટિએ ભેળસેળ યુકત જણાતાં તેનું સેમ્પલ લઈને મહેસાણા ખાતે આવેલ ડેરીની લેબોરેટરીમાં મોકલવામાં આવતા

તેમાં તૈલી પદાર્થની ભેળસેળ જણાતાં ડેરીના પ્રમુખ મંત્રી અને  કારોબારી મંડળની બેઠક કરીને દ્વારા મહિલા ગ્રાહકને ૨૧ હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો. આમ ડેરી પ્રમુખની જાગૃતતાના લીધે દૂધમાં ભેળસેળ પકડાઈ જવા પામી હતી અને ગ્રાહકને આપેલા દંડ ના લીધે અન્ય ભેળસેળ કરતા ગ્રાહકોના ફફડાટ ફેલાઇ ગયો,

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0