કડી માં ગાયે તોફાન મચાવ્યું શાળાએ જતાં વિદ્યાર્થી ઉપર હુમલો કર્યો

August 8, 2022

— કડી  શહેરોમાં રખડતા ઢોરનો આતંક યથાવત્ વિદ્યાર્થી ને માંડ માંડ બચાવ્યો :

ગરવી તાકાત મહેસાણા : કડીમાં શહેરીજનોને નડતી સૌથી મોટી સમસ્યામાંથી એક છે રખડતા પશુઓની સમસ્યા. કડીમાં રખડતા પશુને કારણે જ એક વિદ્યાર્થી ઉપર ગાયે કર્યો હૂમલો.પશુમાલિકોની નિષ્કાળજી, રખડતા પશુને પકડવામાં નિર્ભર તંત્રને કારણે અનેક નિર્દોષ શહેરજનો પશુ હુમલાના ભોગ બની રહ્યા છે.કડી માં આવેલ દેત્રોજ રોડ ઉપર આવેલ બહુચર માતાજીના મંદિર પાસે આદર્શ હાઈસ્કૂલ માં ભણતા વિદ્યાર્થી ઉપર ગાય નું અચાનક મગજ બગડતા વિદ્યાર્થી ઉપર ગાય તૂટી પડતાં શિંગડે ને શિંગડે વિદ્યાર્થી ઉપર કરવામાં આવ્યો અને આ ઘટના થી ત્યાં ના આજુ બાજુ ના લોકો છોડાવવા માટે દોડી આવ્યા હતા.
આદર્શ હાઈસ્કૂલ માં અભ્યાસ કરતો ધોરણ 8 માં જયદીપ સેધુભા દરબાર રહે બલાસર તે અભ્યાસ માટે કડીમાં આવેલ આદર્શ હાઈસ્કૂલ માં નિયમિત ટાઈમ પ્રમાણે શાળાએ તેના મોટા બાપા બાઈક લઈને બહુચર માતાજીના મંદિર પાસે ઉતારવા માટે શનિવારે 11 વાગ્યા આવ્યાં હતા અને વિદ્યાર્થી પોતાની સ્કૂલ તરફ જતો હતો તે દરમ્યાન ત્યાં રખડતી ગાય દોડતી દોડતી આવી સ્કૂલ તરફ જતા વિદ્યાર્થી ઉપર અચાનક હૂમલો કરતા અફડા તફડી મચી ગઇ હતી. ગાયે વિદ્યાર્થી ને શિંગડા વડે માર મારી ને નીચે પછાડ્યો હતો અને પગ થી વિદ્યાર્થી ને ખૂંદી નાખ્યો હતો. અને આજુ બાજુ ના લોકો વિદ્યાર્થી ને બચાવવા માટે ધોકા લઇને દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ વિદ્યાર્થી ને ગાય ના મારથી બચાવવામાં આવ્યો હતો અને વિદ્યાર્થી ને ઈજાઓ પહોચતા તેને તાત્કાલીક ધોરણે ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ ગયા હતા. અને આ ધટના ત્યાં લગાવેલ સી.સી. ટીવી ફૂટેજમાં કેદ થયા હતા અને ત્યાં થી આવતા બીજા વિધાર્થીઓ માં પણ આવા રખડતાં પશુઓ ના આતંક ને  કારણે વિધાર્થીઓ માં ભય નો માહોલ સર્જાયો હતો.
કડી ના જાહેરમાંર્ગો ઉપર ઠેર ઠેર ગાયો નો અડિંગો જોવા જમાવીને બેસી રહે છે અને ત્યાંથી નીકળતા વાહન ચાલકોને પણ પરેશાની ભોગવવાનો વારો આવતો હોય છે અને આ બાબતે તંત્ર ને વારંવાર રજુઆત4 કર્યા હોવા છતાં કામગિરી માં તંત્ર નિષ્ટતાકાળજી જોવા મળી રહી છે.અને તંત્ર ને જાણે કોઈ જાતનો કામગીરી માં રસ જ ના હોય તેવુ જોવા મળી રહ્યું છે.

— જાહરે જનતા ના સળગતા સવાલ ??

ત્યારે અહી સવાલ એ છે કે કેમ કડી નગરપાલિકાના ના સતાધીશો  પશુમાલિકો સામે નક્કર પગલા નથી લેતા?ક્યા સુધી શહેરીજનો રખડતા પશુઓના હુમલાનો ભોગ બનતા રહેશે? આ પીડિત વિદ્યાર્થી સામે તંત્રના સત્તાધીશો ‘આંખ’ મીલાવી શકશે? રખડતા પશુઓના ત્રાસથી કડી વાસીઓને કોણ બચાવશે? વિદ્યાર્થીને થયેલા નુકસાન માટે કોણ જવાબદાર? વિદ્યાર્થીને થયેલા શરીર ના ભાગે થયેલ ઈજાઓ ને  નુકસાનનું વળતર કોણ આપશે? આશાસ્પદ યુવાનના ભવિષ્ય સાથે ચેડા થયા હવે કોણ જવાબદાર? આ લાચાર માતા-પિતાને કોણ જવાબ આપશે? હજુ કેટલા અકસ્માતની રાહ જોવે છે નિષ્ઠુર તંત્ર? હજુ કેટલા શહેરીજનો રખડતા ઢોરના આતંકનો ભોગ બનશે? રખડતા ઢોરનો આતંક રોકવામાં તંત્ર કેમ નિષ્ફળ?
તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી 
Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0