ગરવી તાકાત મહેસાણા : વિસનગર શહેરની વૃંદાવન હેરિટેજ ટાઉનશિપમાં એક મહિલા પર હુમલાનો બનાવ સામે આવ્યો પટેલ સંજય ગેડી, તેમની પત્ની જયશ્રીબેન અને પુત્રી મોક્ષા હાથમાં લાકડી અને ધારીયું લઈને જૈના હરિકૃષ્ણ બ્રહ્મભટ્ટના ઘરે પહોંચ્યા જૈનાબેન તેમના પુત્ર તેજન સાથે ઘરે હતા અને તેમના પતિ બજારમાં ગયા.

આરોપીઓએ જોરથી દરવાજો ખખડાવ્યો સંજય ગેડીએ જૈનાબેનના પતિ ગોપી સાથે હિસાબ કરવાનો હોવાનું જણાવ્યું જૈનાબેને હિસાબની જાણકારી ન હોવાનું કહી શાંતિથી વાત કરવા જણાવ્યું. આ દરમિયાન સંજય ગેડી અપશબ્દો બોલવા લાગ્યા જૈનાબેને પોલીસને ફોન કરવા જતા.
![]()
તેમના હાથમાંથી ફોન છીનવી લેવામાં આવ્યો આરોપીઓએ જૈનાબેનને બે-ત્રણ લાફા મારી દીધા મોક્ષાએ જૈનાબેનના દીકરા પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. આજુબાજુના લોકો ભેગા થઈ જતા આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યાંથી જતા રહ્યા પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી.


