કડીમાં 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરવાનો કુટુંબી યુવાને પ્રયાસ કરાતાં ફરિયાદ નોંધાઈ

શેર કરવા અહીં ક્લિક કરો.
ગરવી તાકાત મહેસાણા :  કડી શહેરમાં કાળજું કંપાવી નાંખે તેવી ઘટના સામે આવી છે  કડી શહેરમાં પરપ્રાંતી 7 વરસની બાળકી ઉપર કૌટુંબિક જ યુવાને શરીરના અલગ અલગ ભાગે અડપલાં કર્યા અને બાળકીના ગુપ્ત ભાગે હાથ ફેરવી દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કરાતાં બાળકીના પિતાએ કડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે તજવીજ હાથ ધરી હતી

— બાળકી મોબાઈલમાં ન્યૂઝ વીડિયો જોતી હતી :

કડી શહેરમાં ઘોર કળિયુગ આવ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે શહેરમાં પરપ્રાંતીય પરિવાર છેલ્લા ઘણા સમયથી રહે છે  અને બાળકીના પિતાએ કુટુંબી એક યુવાનને ધંધા અર્થે છેલ્લા ઘણા વર્ષોથી કડીમાં લાવ્યાં હતાં જે યુવાન સાત વર્ષની બાળકીને ન્યૂ વીડિયો બતાવતો હતો  અને બાળકી ઘરમાં ન્યૂ વીડિયો  મોબાઈલમાં જોતી હતી તે સમયે તેની માતાને ખબર પડતાં તેની માતાએ બાળકીને પૂછતાં  બાળકીએ સમગ્ર ઘટના માતાને જણાવી હતી  અને બાળકીએ કહ્યું હતું કે આ ન્યુઝ વિડીયો મને  ચાચુ બતાવ્યો હતો  અને હું ટ્યુશને જતી હતી તે દરમ્યાન ચાચુ મને લેવા આવતા હતા અને મને લઈને આપણી ઑફિસમાં લઈ જતાં હતાં
અને મારા શરીરના ભાગે કપડાં ઉતારીને શરીર ઉપર હાથ ફેરવતા હતા અને મારા ગુપ્ત ભાગે પણ હાથ ફેરવતાં હતાં  અને ગુપ્ત ભાગે આંગળી પણ નાખતા હતા જેથી હું બૂમો પાડતી હતી તે સમયે સાચું કહેતા હતા કે જો તું કોઇને કહીશ તો તને હું ગળું દબાવીને મારી નાખી છે  અને આપણાં ઘરે કોઈ ન હોય ત્યારે ચાચુએ મને ઉપરના માળે લઈ જઈને  મારા શરીરનાં કપડાં ઉતારી નાખીને અલગ અલગ ભાગે  હાથ ફેરવતાં હતાં  7 વર્ષની બાળકીએ માતાને સમગ્ર ઘટના કહેતાં  માતાએ બાળકીના પિતાને જણાવતા માતા પિતા બાળકીને કડીની ખાનગી હોસ્પિટલમાં બાળકીને બે દિવસ સારવાર કરાવી હતી  અને સાત વર્ષની બાળકીના પિતાએ કડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી હતી.
તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.