ગરવી તાકાત પાલનપુર : પાલનપુર તાલુકાના માલણ ગામે આવેલ પ્રાથમિક શાળામાં બાળકોને ધોરણ-૧ માં પ્રવેશ માટે પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૌ પ્રથમ બાળકોને કુમકુમ તિલક કરી શાળા
માં પ્રવેશ આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ દાતા વસંતભાઈ શાહ તરફથી પ્રવેશ લઇ રહેલા ૧૦૦ જેટલા બાળકોને ગણવેશનું વિતરણ કરવામાં આવ્યું હતુ.
માં પ્રવેશ આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ દાતા વસંતભાઈ શાહ તરફથી પ્રવેશ લઇ રહેલા ૧૦૦ જેટલા બાળકોને ગણવેશનું વિતરણ કરવામાં આવ્યું હતુ.બાળકો કોઇપણ પ્રકારના ભય વગર મુક્ત વાતાવરણમાં શાળાએ આવે તે માટે બાળકોને આવેલ મહેમાનો દ્વારા સમજણ આપવામાં આવી હતી. આ પ્રસંગે માલણ ગામના સરપંચ સોમાજી ઠાકોર, ઉપ સરપંચ રાજેન્દ્રસિંહ ચૌહાણ અને પંચાયત કમિટીના સભ્યો તેમજ ભાજપ અગ્રણી નિલેશભાઈ મોદી અને ગામના અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય રમીલાબેન પટેલ અને સ્ટાફગણે જહેમત ઉઠાવી હતી.
તસવિર અને અહેવાલ : જયંતિ મેટિયા– પાલનપુર


