— ચંપાબેન પટેલ ટાઉનહોલ ખાતે કેમ્પ યોજાયો :
— 280થી વધુ લોકોએ બ્લડ ડોનેટ કર્યું :
ગરવી તાકાત મહેસાણા : ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 72 માં જન્મ દિવસ નિમિત્તે દેશનાં વિવિધ કાર્યક્રમો તેમજ સેવાકીય ક્રાયક્રમો નું આયોજન કરીને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે કરી શહેરમાં વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું
કડીમાં ભારતીય જનતા પાર્ટી નગરપાલિકા તેમજ APMC દ્વારા 17 મી સપ્ટેમ્બર એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર
મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે કડી શહેરમાં આવેલ ચંપાબેન પટેલ ટાઉન હોલ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ કરીના નગરજનોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને જન્મ દિવસ ની ભેટ સ્વરૂપે રકતદાન કરીને આપી હતી આ મેગા બ્લડ ડોનેશન કેમ્પની અંદર કડીના નગરજનો તેમજ તાલુકાના વડીલો યુવાનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને બ્લડનું ડોનેશન પણ કર્યું હતું બ્લડ ડોનેશન કેમ્પની અંદર 280 લોકોએ પોતાનું બ્લડ ડોનેટ કર્યુ હતું

અને બ્લડ ડોનેટને પ્રોત્સાહન સ્વરૂપે ભેટ પણ આપવામાં આવી હતી 72 માં નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસે કડી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ નટુભાઈ રામદાસ પટેલે 61મી વખત બ્લડ ડોનેટ કર્યું હતું તેમજ બ્લડ ડોનેશન કેમ્પનું ગુજરાત રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે ઇ-ઉદ્ઘાટન કર્યું હતું બ્લડ ડોનેશન કેમ્પની અંદર મહેસાણા ડિસ્ટ્રિકટ બેન્કના ચેરમેન વિનોદભાઇ પટેલ, કડીના ધારાસભ્ય કરશનભાઈ સોલંકી, એપીએમસીના ચેરમેન રાજુભાઈ પટેલ, પાલિકાના પ્રમુખ ભરતભાઈ પટેલ,
ભાજપ તાલુકા પ્રમુખ અશ્વિનભાઇ પટેલ, શહેર પ્રમુખ જશુભાઈ પટેલ, મહામંત્રી જીગ્નેશ પટેલ, જિલ્લા યુવા મોરચાના મહામંત્રી ચિરાગ પટેલ, તેમજ કડી શહેરના યુવા મોર્ચાના પ્રમુખ કિન્તુ પટેલ પીનાકીન પટેલ નિગમ પટેલ બિપીન પટેલે કેમ્પને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી.
તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી