થરા રેફરલ હોસ્પિટલ ખાતે વડાપ્રધાનના ૭૨મા જન્મ દિને રક્તદાન કેમ્પ યોજાયો

શેર કરવા અહીં ક્લિક કરો.
ગરવી તાકાત કાંકરેજ : કાંકરેજ તાલુકાના  થરા  જે.વી.શાહ રેફરલ હોસ્પિટલ ખાતે ગઈકાલે  તા. ૧૭/૦૯/૨૦૨૨ ના રોજ દેશના  વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિન નિમિત્તે  રક્તદાન કેમ્પ વાળીનાથ મહાદેવના મહંત  ઘનશ્યામપુરીજી ગુરુ શિવપુરીજીની પાવન નિશ્રા અને  શિક્ષણ રાજ્ય મંત્રી કીર્તિસિંહ વાઘેલા  અધ્યક્ષ સ્થાને યોજાયો.
આ પ્રસંગે પાલિકા  પ્રમુખ પૃથ્વીરાજ સિંહ વાઘેલા, કાંકરેજ તાલુકા કેળવણી મંડળ પ્રમુખ ધીરજભાઈ શાહ,પાલિકા કોર્પોરેટર ગીરાબેન શાહ, થરા જે.વી.શાહ રેફરલ હોસ્પિટલના સુપરિટેન્ડેન્ટ ડૉ. ભરતભાઈ ચૌધરી, બનાસબેકના પૂર્વ ચેરમેન અણદાભાઈ પટેલ,  ડી.ડી .જાલેરા, અતુલભાઈ કે. શાહ, પી. એસ.આઇ  કિરીટસિંહ એન.જાડેજા  અચરતલાલ  ઠકકર,  નિરંજનભાઈ ઠકકર, થરા કોલેજના પ્રિન્સીપાલ ડૉ. ડી.એસ ચારણ યશપાલસિંહ ટી. વાઘેલા થરા વગેરે ના સાથ સહકારથી રક્તદાન કેમ્પ સફળ રહેલ. આ પ્રસંગે રક્તદાન ના મહત્વને સમજાવી અમૂલ્ય જીવનને બચાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. સમગ્ર કેમ્પમાં એન.એસ.એસ તથા એન.સી.સી અને કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા રક્તદાનના મહિમાને સમજીને  વિદ્યાર્થીઓ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું.
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.