ઈડર હિંમતનગર હાઇવે રોડ પર અકસ્માતમાં બાઇક ચાલકનું મોત

August 16, 2024
હાઇવે ઓથોરિટીની બેદરકારીના કારણે વધુ એક વાહન ચાલકે પોતાનો જીવ ગુમાવ્યો…
તસ્વીર:- ચિરાગ મેઘા સાબરકાંઠા તા. 16 – સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થતો સ્ટેટ હાઇવે રોડ મુખ્ય રાજસ્થાનની જોડતો હાઇવે માનવામાં આવે છે હિંમતનગર ઇડર ખેડબ્રહ્મા મોટા અંબાજી થઈ રાજસ્થાન તરફ તેમજ વિજયનગર થઈ રાજસ્થાન તરફ જોડતો સ્ટેટ હાઈવે રોડ અવાર-નવાર અકસ્માતનો ભોગ બનતો હોય છે. રક્ષાબંધન સહિતના તહેવારો નજીક છે ત્યારે હિંમતનગર થઈ ઇડર તરફ આવતા બાઈક ચાલકને ટ્રેક્ટર સાથે અકસ્માત સર્જાતા બાઈક ચાલકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું.
ત્યારે શુક્રવારના રોજ નેત્રામલી નજીક બપોરના સમયે બાઇક ચાલક ટ્રેક્ટર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો ઘટના સ્થળે મોત થયું હતું. સ્ટેટ હાઈવે રોડ પર બાઈક અને ટેકટર વચ્ચે અકસ્માત સર્જાતા હાઇવે રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. ત્યારે અકસ્માતની ઘટનાની જાણ થયા બાદ ઈડર પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથધરી હતી. જોકે છેલ્લા કેટલાક સમયથી સ્ટેટ હાઇવે રોડ પર હાઇવે ઓથોરિટી દ્વારા ગોકળ ગતિએ ચાલતા કામને લઈ નિર્દોષ વાહન ચાલકો તેમજ રાહદારીઓ અકસ્માત ને ભેટતા હોય છે. ત્યારે વાહન ચાલકો સહિત સ્થાનિકોમાં પણ સ્ટેટ હાઇવે ઓથોરિટી સામે ભારે રોષ વ્યાપ્યો છે.
મહત્વનું એ છે કે અવારનવાર અકસ્માતો બાદ પણ સફાડું તંત્ર જાગતું નથી જેને લઇ નિર્દોષ પરિવારો પોતાના પરિવારના મોભીને રોડ અકસ્માતમાં ગુમાવતા હોય છે. જૉકે તંત્ર દ્વારા સ્ટેટ હાઇવે રોડ પર મંથર ગતિએ ચાલતા કામને ઝડપી પૂર્ણ કરવામાં આવે તે મહત્વનું બની રહે છે. ત્યારે ટ્રેકટર અને બાઇક વચ્ચે સર્જાયેલ રોડ અકસ્માતમાં મૃતક બાઈક ચાલકના મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી પોલીસે આગળની વઘુ તપાસ હાથધરી છે….
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0