૧૪ વર્ષના યુવકે પોતાની સગી બહેન પર બળાત્કાર કયો

શેર કરવા અહીં ક્લિક કરો.

હિમાચલ પ્રદેશના ઉના જિલ્લામાં સંબંધોને કલંક લગાવતી ઘટના સામે આવી છે. અહીંના હરોલી સબ ડિવિઝનમાં સગા ભાઈએ પોતાની નાની બહેન સાથે દુષ્કર્મ કર્યું હતું. જેના કારણે યુવતી ગર્ભવતી બની હતી. પોલીસે બહેનની ફરિયાદ પર સગા ભાઈ સામે પોક્સો એક્ટ અંતર્ગત કેસ નોધીને તપાસ શરૂ કરી છે. આ ઘટનાથી આસપાસના વિસ્તારમાં સનસની ફેલાઇ ગઇ છે

પોલીસ પાસેથી મળેલી જાણકારી પ્રમાણે હરોલી ડિવિઝનમાં આઠમાં ધોરણમાં ભણતી વિદ્યાર્થિની પર તેનો ૧૪ વર્ષીય મોટો ભાઈ મે થી જુલાઇ ૨૦૨૧ દરમિયાન દુષ્કર્મ કરતો હતો. બહેન ના પાડે તો ભાઈ મારપીટ કરતો હતો. આ ઘટનાનો ખુલાસો વિદ્યાર્થિની તબિયત બગડી ત્યારે થયો હતો. વિદ્યાર્થિની તબિયત ખરાબ થઇ તો તેની માતા તેને ડોક્ટર પાસે લઇ ગઈ હતી. તે સમયે ગર્ભવતી હોવાની જાણ થઇ હતી. જે પછી પોલીસને ફરિયાદ કરવામાં આવી હતી. ડીએસપી અનિલ પટિયાલે જણાવ્યું કે પોલીસે ફરિયાદના આધારે કેસ નોંધીને તપાસ શરૂ કરી દીધી છે. વિદ્યાર્થિનું મેડિકલ પણ કરાવવામાં આવ્યું હતું

હિમાચલ પ્રદેશમાં સંબંધાને કલંક લગાવનારો કેસ આવ્યો હોય તેવી પ્રથમ ઘટના નથી. ગત વર્ષે પિતરાઇ ભાઈ પર બહેને રેપનો આરોપ લગાવ્યો હતો. કાર શીખવાડવાના બહાને પીડિતાને લઇ ગયો હતો અને બળાત્કાર કર્યો હતો. પિતરાઇ ભાઈએ બળજબરીથી બળાત્કાર કર્યો હતો અને કોઇને બતાવવા પર જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

[News Agency]

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.