મહેસાણાના જોટાણામાં સાંસદ હરિભાઈ પટેલ અને ધારાસભ્ય રાજેન્દ્રકુમાર ચાવડાના હસ્તે કેન્દ્રનું લોકાર્પણ

October 16, 2026

ગુજરાતમાં શ્રમિકો માટે પોષણનો સેતુ: હવે માત્ર ₹૫માં ભરપેટ પૌષ્ટિક ભોજન મળશે, નવા ૧૦૧ કડીયાનાકા આવરી લેવાયા

ઈ-નિર્માણ કાર્ડથી પરિવારજનોને પણ ભોજનનો લાભ; અત્યાર સુધીમાં ૨૯૩ કેન્દ્રો પરથી ૫.૦૯ કરોડથી વધુ ભોજન વિતરણનો વિક્રમ

જોટાણા / મહેસાણા:ગરવી તાકાત

ગુજરાત રાજ્યના વિકાસમાં પાયાનું યોગદાન આપતા મકાન અને અન્ય બાંધકામ શ્રમિકોના સર્વાંગી કલ્યાણ તેમજ આરોગ્યને સુનિશ્ચિત કરવાના ઉદ્દેશથી રાજ્ય સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’નો વ્યાપક વિસ્તાર કરવામાં આવ્યો છે. આ મહત્વપૂર્ણ અભિયાન હેઠળ રાજ્યના ૨૬ જિલ્લાઓમાં નવા ૧૦૧ કડીયાનાકાઓ પર ભોજન વિતરણ કેન્દ્રોનો એકસાથે પ્રારંભ કરવામાં આવ્યો છે.

જે અંતર્ગત મહેસાણા જિલ્લાના જોટાણા ખાતે નવા બસ સ્ટેશન સામે, પ્રાથમિક શાળા નજીક લોકસભા સાંસદ શ્રી હરિભાઇ પટેલ અને ધારાસભ્ય શ્રી રાજેન્દ્રકુમાર ચાવડાના વરદ હસ્તે નવા ભોજન વિતરણ કેન્દ્રનું વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહાનુભાવોએ જણાવ્યું હતું કે, પરસેવો પાડીને રાજ્યનું નિર્માણ કરતા શ્રમિક પરિવારોને નજીવા દરે ગુણવત્તાયુક્ત અને પૌષ્ટિક આહાર પૂરો પાડવો એ સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.

ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા સંચાલિત આ યોજના હેઠળ શ્રમિકો તેમજ તેમના પરિવારજનોને માત્ર રૂ. ૫ના પ્રતીકાત્મક દરે સંપૂર્ણ સંતુલિત ભોજન પીરસવામાં આવે છે. ભોજનમાં રોટલી, શાક, કઠોળ, ભાત, અથાણું, મરચાં અને ગોળ આપવામાં આવે છે, જ્યારે શ્રમિકોના ઉત્સાહવર્ધન માટે સપ્તાહમાં એક દિવસ સુખડી જેવી પૌષ્ટિક મીઠાઈ પણ પીરસાય છે. જૂન ૨૦૧૭થી શરૂ થયેલી આ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં ૨૦ જિલ્લાના ૨૯૩ કડીયાનાકાઓ પરથી ૫.૦૯ કરોડથી વધુ ભોજનના પેકેટનું વિતરણ કરી શ્રમિક પરિવારો માટે કલ્યાણકારી છત્ર પૂરું પાડવામાં આવ્યું છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0