વરસાદની ઘટથી જમીનમાં ભેજ સુકાતાં જગતના તાતની ચિંતા વધી

October 15, 2026

જોટાણા પંથકમાં શિયાળુ પાકની સિંચાઈ માટે નર્મદા કેનાલમાં તાત્કાલિક પાણી છોડવા માગ

રામપુરા, કટોસણ સહિતના ગામોમાં એરંડા-જુવારના પાકને બચાવવા નહેરના નીર છોડવા ખેડૂતોની પોકાર

 

જોટાણા:તા.15-10-2026

જોટાણા પંથકમાં ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન નહિવત્ વરસાદ નોંધાતાં ધરતીપુત્રોની ચિંતામાં મોટો વધારો થયો છે. ચોમાસુ ઋતુમાં પૂરતો વરસાદ ન થવાના કારણે ખરીફ પાકોને ફટકો પડ્યા બાદ હવે શિયાળુ પાકના વાવેતર અને સિંચાઈ સામે પણ ગંભીર સંકટ ઊભું થયું છે. આ પરિસ્થિતિ વચ્ચે ખેતી અને પાકને જીવતદાન આપવા માટે જોટાણા તાલુકાની માયનોર કેનાલમાં તાત્કાલિક અસરથી નર્મદાનું સિંચાઈ માટેનું પાણી છોડવામાં આવે તેવી પ્રબળ માગ પંથકના ખેડૂતોમાંથી ઊઠી છે.

જોટાણા તાલુકાના રામપુરા, કટોસણ તેમજ આસપાસના અનેક ગ્રામીણ વિસ્તારોમાં મોટાભાગના પરિવારોનો મુખ્ય આધાર ખેતીવાડી પર રહેલો છે. આ વિસ્તારના ખેડૂતો સંપૂર્ણપણે કેનાલના નેટવર્ક અને નર્મદાના નીર પર નિર્ભર છે. હાલ શિયાળુ સિઝનના આગમન સાથે ખેતરોમાં એરંડા, જુવાર સહિતના વિવિધ રોકડિયા પાકોના વાવેતરની તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે આ પાકોના યોગ્ય વિકાસ માટે સમયસર સિંચાઈનું પાણી મળવું અત્યંત અનિવાર્ય બન્યું છે.

ચોમાસામાં વરસાદની ભારે ઘટ રહેવાના કારણે જમીનમાં ભેજનું પ્રમાણ ખૂબ જ ઓછું થઈ ગયું છે, જેના પગલે ખેડૂતોને વાવેતર અને પાક ઉગાડવા માટે તાત્કાલિક વધારાના પાણીની તાતી જરૂરિયાત ઊભી થઈ છે. ધરતીપુત્રોએ પોતાની વ્યથા ઠાલવતાં જણાવ્યું હતું કે મોંઘા ભાવનાં બિયારણ, ખાતર અને ખેતીના વધતા ખર્ચ સામે જો પૂરતું પાણી ન મળે અને ઉત્પાદન ઘટે તો ખેડૂતો પર દેવાનો બોજ વધી જવાની ભીતિ રહેલી છે. તંત્ર દ્વારા માયનોર કેનાલમાં સત્વરે પાણી છોડવામાં આવે તો જ ઊભા પાકનું રક્ષણ થઈ શકે તેમ હોવાથી નર્મદા નિગમ વહેલી તકે યોગ્ય નિર્ણય લે તેવી ખેડૂતો આશા રાખી રહ્યા છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0