મહેસાણાની ‘દિશા સ્કૂલ’માં દિવ્યાંગ બાળકો માટે નવરાત્રિ મહોત્સવ યોજાયો: માતાજીની આરાધના સાથે બાળકો ગરબે ઘૂમ્યા

October 14, 2026

ગરવી તાકાત ઃ 14-10-2026

મહેસાણા ખાતે ખોડીયાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત ‘દિશા સ્કૂલ’માં માનસિક દિવ્યાંગ બાળકો માટે વિશેષ નવરાત્રિ મહોત્સવનું ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશિષ્ટ કાર્યક્રમમાં શાળામાં અભ્યાસ કરતા દિવ્યાંગ બાળકો, તેમના વાલીઓ તેમજ સમગ્ર શાળા પરિવારે એકત્ર થઈને નવરાત્રિ પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી.

કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત બાળકોને આશીર્વાદ પાઠવવા માટે પૂજ્ય સ્વામી શ્રીજીવાનંદ ભારતી ખાસ પધાર્યા હતા. આ પ્રસંગે મહેસાણાના જાણીતા સમાજસેવક અને ડોક્ટર વાય.ટી. પટેલ તેમજ કાઉન્સિલર ગીતાબેન ચૌધરીએ પણ વિશેષ ઉપસ્થિતિ નોંધાવી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. આ સમાવેશી ગરબા મહોત્સવમાં દિવ્યાંગ બાળકોએ પોતાના વાલીઓ સાથે મળીને આદ્યશક્તિ માતાજીની ભાવપૂર્વક આરાધના કરી હતી અને મન મૂકીને ગરબાના તાલે ઝૂમ્યા હતા, જેનાથી સમગ્ર કેમ્પસ આનંદમય વાતાવરણથી ગુંજી ઊઠ્યું હતું.

આ સુંદર સેવાયજ્ઞમાં સાઉન્ડ સિસ્ટમની સુવિધા સ્વીટુભાઈ બારોટ દ્વારા પૂરી પાડવામાં આવી હતી, જ્યારે સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સૌ કોઈ માટે ભોજનની સુંદર વ્યવસ્થા વિપુલભાઈ તરફથી કરવામાં આવી હતી. શાળાના સ્ટાફ અને દાતાઓના સહયોગથી દિવ્યાંગ બાળકો માટે આયોજિત આ નવરાત્રિ મહોત્સવ સાચા અર્થમાં પ્રેમ, સ્નેહ અને ઉત્સવનો ત્રિવેણી સંગમ બની રહ્યો હતો.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0