મહેસાણા જિલ્લા અને તાલુકા અદાલતોમાં આગામી તા.૧૨ સપ્ટેમ્બરના રોજ ‘નેશનલ લોક અદાલત’ યોજાશે

August 31, 2026

ગરવી તાકાત ઃ 31-8-2026

મહેસાણા જિલ્લા કાનુની સેવા સત્તા મંડળના સચિવશ્રીની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર, રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ, ન્યુ દિલ્હી તથા ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તા મંડળ, અમદાવાદની સુચના અને માર્ગદર્શન અનુસાર જિલ્લા અદાલત, રાજમહેલ, મહેસાણામાં તથા તાલુકા કક્ષાએ તમામ કોર્ટોમાં તા.૧૨/૦૯/૨૦૨૬ નાં રોજ સવારે ૧૦.૩૦ કલાકથી નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે.

આ લોક અદાલતમાં સમાધાન પાત્ર ફોજદારી કેસો, મોટર એકસીડન્ટ ક્લેઈમ પીટીશન, નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-138 નાં ચેક રીર્ટનનાં કેસો, ભરણપોષણનાં કેસો, ફેમીલી કેસો, જમીન વળતરનાં કેસો. મજુર કાયદાને લગતા કેસો, મહેસુલી તકરારનાં કેસો, વીજ તથા પાણી બીલ (ચોરી સિવાયના) કેસો, ભાડાનાં, બેંક વસુલાત, સુખાધીકાર, મનાઈ હુકમ, દેવા વસુલાતને લગતા દિવાની તકરારનાં કેસો તથા અન્ય પ્રકારનાં સમાધાન લાયક કેસો મુકી શકાશે. જેની જાહેર જનતાને તથા તમામ પક્ષકારોને જાણ કરવામાં આવે છે. વધુમાં જે સબંધકર્તા ઈસમો પોતાનાં પેન્ડીંગ કેસો લોક અદાલતમાં મુકવા ઈચ્છુક હોય તો તેઓએ સબંધીત કોર્ટનો અથવા જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, મહેસાણા અથવા તાલુકા કક્ષાએ તાલુકા કાનુની સેવા સમિતિનો તા.૦૯/૦૯/૨૦૨૬ સુધી કે તે પહેલા સંપર્ક કરવાનો રહેશે.

કાનુની સેવા સત્તા મંડળ, અધિનિયમનાં નિયમ-21 હેઠળ લોક અદાલતમાં કેસોનું સમાધાન અથવા પતાવટ થયેલ હોય તેવા કેસોમાં કોર્ટ ફી રીફંડ કરી શકાશે. જેની ખાસ નોંધ લઈ સંબંધકર્તા તમામ પક્ષકારોને તેઓનાં કેસો લોક અદાલતમાં મુકવા અને સુખદ નિવારણ લાવવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા આગ્રહભરી વિનંતી કરવામાં આવી છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0