કડીના અગોલમાં મોટું જુગારધામ ઝડપાયું: ૨૧ જુગારીઓ ₹૨૨.૩૨ લાખના મુદ્દામાલ સાથે પકડાયા

August 24, 2026

ગરવી તાકાત ઃ24-8-2026

મહેસાણા જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ તેમજ જુગાર અને દારૂના દૂષણને જડમૂળમાંથી ડામી દેવા માટે પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલી વિશેષ ઝુંબેશ અંતર્ગત લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ને એક મોટી અને મહત્વની સફળતા સાંપડી છે. LCBની ટીમે કડી તાલુકાના અગોલ ગામે એક રહેણાંક મકાનમાં ચાલતા મોટા પાયાના જુગારધામ પર સફળ દરોડો પાડીને કુલ ૨૧ જેટલા જુગારીઓને રંગેહાથ ઝડપી પાડ્યા છે.

આ સમગ્ર કાર્યવાહી અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, LCB પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. કામળીયાને ખાનગી બાતમીદારો મારફતે ચોક્કસ અને મજબૂત બાતમી મળી હતી કે, અગોલ ગામના નાના વાસ વિસ્તારમાં રહેતા માબઇબેન અલીભાઇ જાદવના મકાનમાં દાઉદભાઇ ઉસ્માનભાઈ જાદવ નામનો શખ્સ બહારથી જુગારીઓને એકઠા કરી પોતાના અંગત આર્થિક લાભ માટે મોટા પાયે તીનપત્તીનો હારજીતનો જુગાર રમાડી રહ્યો છે. આ બાતમીની ગંભીરતાને ધ્યાને લઈને પો.સ.ઈ. એ.ડી. કાકરેચા અને એલ.સી.બી. સ્ટાફની એક વિશેષ ટીમે તાત્કાલિક અને ગુપ્ત રીતે યોજના ઘડી અગોલ ગામના તે મકાનમાં દરોડો પાડ્યો હતો.

પોલીસની ટીમે અચાનક પાડેલા આ દરોડા દરમિયાન સ્થળ પર તીનપત્તીનો જુગાર રમતા ૨૧ શખ્સો રંગેહાથ ઝડપાઈ ગયા હતા. પોલીસે ઘટનાસ્થળેથી રોકડા ₹૯,૦૦,૨૦૦, ₹૭,૦૦,૫૦૦ ની અંદાજિત કિંમતના ૧૯ મોબાઈલ ફોન, ₹૬,૩૦,૦૦૦ની કિંમત ધરાવતા ૪ વાહનો તેમજ પત્તા અને પાથરણું મળીને કુલ ₹૨૨,૩૨,૫૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઝડપાયેલા આરોપીઓમાં દાઉદ યાદવ, ફરીદ યાદવ, અસરફ કડીવાર, હર્ષદ ઠાકોર, ઉસ્માન યાદવ, ઈમરાન સિપાઈ, અજીત વાઘેલા, ઈમરાન વાઘેલા, સોહીલ વાઘેલા, મોસીનખાન સિપાઈ, જાકીર કડીવાર, બરકત યાદવ, દાઉદ સિપાઈ, બાબુ ખોખર, નિલેશ પટેલ, નદીમ યાદવ, સાહીલ યાદવ, કાલુ કુરેશી, અબ્બાસ સિપાઈ, ઈરફાન વાઘેલા અને હુસેન કુરેશીનો સમાવેશ થાય છે. આ તમામ આરોપીઓ અગોલ, સાણંદના અણદેજ તેમજ કડી પંથકના હોવાનું સામે આવ્યું છે.

આ સમગ્ર બનાવ સંદર્ભે ઝડપાયેલા તમામ ૨૧ આરોપીઓ વિરુદ્ધ બાવલુ પોલીસ સ્ટેશનમાં જુગાર ધારાની કલમ ૪ અને ૫ મુજબ ગુનો નોંધીને આગળની કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. LCBની આ મોટી સફળતા અને લાલ આંખથી સમગ્ર પંથકના અસામાજિક તત્વો અને જુગારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0