હિંમતનગરમાં કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો

July 22, 2026

ગરવી તાકાત હિંમતનગર : હિંમતનગરમાં કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા વિકાસ અધિકારી એચ.પી. પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં નાગરિકો દ્વારા રજૂ કરાયેલા 13 પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવ્યું ગુજરાત સરકારનો આ ફ્લેગશિપ કાર્યક્રમ છેલ્લા 20 વર્ષથી લોકશાહીના મૂલ્યોને સુદ્રઢ રાખી પ્રજાના પ્રશ્નોના ઓનલાઈન નિરાકરણ માટે કાર્યરત તે સામાન્ય નાગરિકોની વહીવટી સમસ્યાઓ ઉકેલવા માટે એક સક્ષમ માધ્યમ પૂરું પાડે.

Sabarkantha District Swagat Program; DDO HP Patel Resolves 13 Grievances

કાર્યક્રમ દરમિયાન અરજદારો દ્વારા રસ્તાની માંગણી, દબાણ હટાવવા અને અન્ય નાગરિક સુવિધાને લગતા વિવિધ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા જિલ્લા વિકાસ અધિકારી એચ.પી. પટેલે અરજદારોની રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળી માર્ગદર્શન આપ્યું તેમણે વહીવટી તંત્રના અધિકારીઓને સૂચના આપી.

કચેરીએ આવતા પ્રત્યેક નાગરિકની સમસ્યાઓને સંવેદનશીલતાપૂર્વક સાંભળી કાયદાકીય મર્યાદામાં રહીને તેનો ત્વરિત અને કાયમી ઉકેલ લાવવા માટે પરિણામલક્ષી કામગીરી કરવામાં આવે આ પ્રસંગે અધિક નિવાસી કલેક્ટર ક્રિષ્ના વાઘેલા, ડીવાયએસપી, વિવિધ તાલુકાના તાલુકા વિકાસ અધિકારીઓ અને સંબંધિત વિભાગોના ઉચ્ચ અધિકારીઓ તેમજ અરજદારો ઉપસ્થિત રહ્યા.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0