ગરવી તાકાત મહેસાણા : ગાંધીનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અને મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી દ્વારા જિલ્લામાં પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિઓ નેસ્તનાબૂદ કરવા આપેલી કડક સૂચના અન્વયે લોકલ ક્રાઇમ બ્રાન્ચે મોટી સફળતા મેળવી એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. કામળીયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસો સાંથલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સતત પેટ્રોલિંગમાં તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ કિરણજી ઉગાજી અને પોલીસ કોન્સ્ટેબલ અક્ષયસિંહ વખતસિંહને ખાનગી રાહે એક ચોક્કસ બાતમી મળી.
બાતમીના આધારે એલ.સી.બી.ની ટીમે જોટાણા ગામની સીમમાં ચોરતલાવડી તરીકે ઓળખાતા ખેતરમાં દરોડો પાડ્યો આ ખેતર જોટાણા ગામના પ્રધ્યુમનસિંહ ઉર્ફે પપ્પુ દિલીપસિંહ તખુજી ચાવડાના કબજા ભોગવટાનું હોવાનું ખુલ્યું જ્યાં પતરાના ઢાળિયાની બાજુમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ સંતાડીને વેપાર કરવામાં આવતો પોલીસે ઘટનાસ્થળે રેડ કરીને અલગ-અલગ બ્રાન્ડની શીલબંધ બોટલો.
![]()
અને ટિન સહિત કુલ 1464 નંગ વિદેશી દારૂ ઝડપી પાડ્યો જેની કુલ કિંમત રૂપિયા 3,16,120 થાય જોકે, રેડ દરમિયાન આરોપી પ્રધ્યુમનસિંહ ઉર્ફે પપ્પુ દિલીપસિંહ ચાવડા સ્થળ પર હાજર મળી આવ્યો ન આથી મહેસાણા એલ.સી.બી.એ વિદેશી દારૂનો તમામ મુદ્દામાલ કબજે કરી, ફરાર આરોપી વિરુદ્ધ સાંથલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધીને તેને ઝડપી પાડવા માટે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.


