ગરવી તાકાત મહેસાણા : મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના કુકરવાડા ગામે ભાગીદારીમાં સોના-ચાંદીની દુકાન ચલાવતા કાકા-ભત્રીજા વચ્ચે ગરીબ માણસને ચા પીવડાવવા જેવી નજીવી બાબતે ઉગ્ર ઝઘડો થયો હોવાની ઘટના સામે આવી આ વિવાદમાં ઉશ્કેરાયેલા કાકાએ ભત્રીજાને માથાના ભાગે સ્ટીલનો જગ મારી લોહીલુહાણ કરી મુક્યા અને જાનથી મારી નાખવાની ધમકી આપી ઈજાગ્રસ્ત ભત્રીજાએ આ અંગે વસાઈ પોલીસ મથકે કાકા વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી ઘટનાની વિગત એવી કુકરવાડાની ‘ચોકસી લલ્લુભાઇ મોતીચંદ’ નામની પેઢીમાં સોના-ચાંદીનો વેપાર કરતા સંજયકુમાર સોની અને તેમના કાકા વિનોદકુમાર ભોગીલાલ સોની બંને ભાગીદાર બપોરના સમયે સંજયકુમાર દુકાનની બાજુમાં આવેલી ચાની કીટલી પર ચા પીવા ગયા.

જ્યાં એક ગરીબ માણસે ચા પીવડાવવાનું કહેતા સંજયકુમારે તેના માટે ચા મંગાવી આ બાબત દુકાને હાજર તેમના કાકા વિનોદકુમારને ન ગમતા તેઓ દુકાનની બહાર આવ્યા અને લોકોને ચા કેમ પીવડાવે તેમ કહી સંજયકુમાર સાથે બિભત્સ ગાળાગાળી કરવા લાગ્યા સંજયકુમારે ગાળો બોલવાની ના પાડતા કાકા વિનોદકુમાર એકદમ ઉશ્કેરાઈ ગયા અને ચાની કીટલી પર પડેલો સ્ટીલનો જગ ઉપાડી સંજયકુમારના માથાના પાછળના ભાગે ફટકારી દીધો હુમલા બાદ કાકાએ ભત્રીજાને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી.
![]()
માથાના ભાગે ગંભીર ઈજા થતાં લોહીલુહાણ હાલતમાં સંજયકુમાર ઘરે પહોંચ્યા જ્યાંથી તેમની પત્ની ભાવનાબેન અને દીકરી અમીબેન તેમને તાત્કાલિક સારવાર અર્થે કુકરવાડા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હોસ્પિટલમાં ફરજ પરના તબીબે સંજયકુમારના માથાના ભાગે ટાંકા લઈને પ્રાથમિક સારવાર આપી હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ સંજયકુમારે વસાઈ પોલીસ સ્ટેશન પહોંચી હુમલો કરનાર પોતાના સગા કાકા વિનોદકુમાર સોની વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવા ફરિયાદ નોંધાવી જેના આધારે પોલીસે આગળની તપાસ હાથ ધરી.


