ધનસુરા તેમજ જિલ્લાના ગેરકાયદે પ્રોહિબિશનના ગુનાઓ આચરતી ટોળકી સામે ધનસુરા પોલીસે ગુજસીટોકના કાયદા હેઠળ 8 આરોપીઓને ઝડપી પાડ્યા

July 20, 2026

ગરવી તાકાત અરવલ્લી : ધનસુરા તેમજ જિલ્લાના અન્ય વિસ્તારમાં ગેરકાયદે પ્રોહિબિશનના સંગઠિત ગુનાઓ આચરતી ટોળકી સામે ધનસુરા પોલીસ સ્ટેશનમાં ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ ક્રાઇમ એક્ટ (ગુજસીટોક)ના કાયદા હેઠળ 8 આરોપીઓ સામે કાર્યવાહી કરી પોલીસે સંગઠિત ગુનાઓ આચરતી ટોળકીના 7 આરોપીઓને ઝડપી પાડ્યા જ્યારે એક આરોપી કે જે SRP જવાન તે હાલમાં મોડાસા જેલમાં હોઇ તેને ટ્રાન્સફર વોરંટ મેળવી કાર્યવાહી કરાશે.

અરવલ્લીના ધનસુરા પોલીસ મથકે સરપંચ સામે ફરિયાદ: ખડોલ સરપંચ સહિત ૪ શખ્સો સામે  મારપીટ અને ધમકીનો ગુનો દાખલ | રખેવાળ

સંગઠિત આરોપીઓની મોડાસા રૂરલ, શામળાજી, ધનસુરા, ટીંટોઈ, મેઘરજ,ગાંધીનગર, દહેગામ, અમદાવાદ ગ્રામ્ય, પ્રાંતિજ સહિતના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુનામાં સંડોવણી હોવાનું બહાર આવ્યું સૌથી વધુ ધનસુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 8 ગુના આચર્યા મૌલિકકુમાર હિરાભાઈ કરશનભાઈ પટેલ રહે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નજીક વડાગામ રીધમ દશરથ મુળજીભાઈ પટેલ રહે. વડગામ તા.ધનસુરા વિજયભાઈ રઘુનાથભાઇ દેસાઇ રહે. જામઠા તા.ધનસુરા (4 ગુના)

અજયભાઈ રઘુનાથભાઈ દેસાઇ રહે. જામઠા રાહુલ દામજીભાઈ વાળંદ રહે. શક્તિનગર ધનસુરા રાહુલ વખતસિંહ પરમાર રહે. વડાગામ અજયભાઈ વિઠ્ઠલભાઈ બામણીયા રહે. રાજપુર તા.ધનસુરા આરોપી જેલમાં રાહુલ ઉર્ફે જયેશ લીલાભાઈ દેસાઈ હાલ મોડાસા જેલમાં છે, પો.કો. બ.નં.142 એસઆરપી ગ્રુપ-10 અંકલેશ્વર વાલીયા રહે.જામઠા)

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0