ગરવી તાકાત બનાસકાંઠા : વાવ-થરાદ જિલ્લા પોલીસના ‘ઝીરો ટોલરન્સ ફોર ડ્રગ્સ’ અભિયાન અંતર્ગત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)એ ડ્રગ્સના ગેરકાયદેસર વેપાર સામે મોટી કાર્યવાહી હાથ ધરી થરાદ શહેર અને ધરણીધર તાલુકાના ચોથાનેસડા ગામમાં બે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડી કુલ 8,060 પ્રતિબંધિત ટ્રામાડોલ ગોળીઓ સહિત રૂ. 6.89 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો આ મામલે બે આરોપીઓની ધરપકડ કરીને તેમની સામે NDPS એક્ટ હેઠળ ગુનાઓ નોંધવામાં આવ્યા એસઓજીને મળેલી ચોક્કસ બાતમીના આધારે 15 જુલાઈએ થરાદ શહેરના માધવ કોમ્પ્લેક્સમાં આવેલા ગોડાઉન પર દરોડો પાડવામાં આવ્યો તપાસ દરમિયાન ત્યાંથી 7,400 ટ્રામાડોલ ગોળીઓ મળી આવી.

જેની કિંમત અંદાજે રૂ.6.87 કરોડ હોવાનું સામે આવ્યું મોબાઇલ સહિત અન્ય મુદ્દામાલ સાથે કુલ રૂ. 6.87 કરોડથી વધુનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો પ્રાથમિક તપાસમાં સામે આવ્યું મફાભાઈ રબારી પોતાની ‘સીકોતર મેડિકલ’ના લાયસન્સનો દુરુપયોગ કરીને ડીસાની પટેલ મેડિકલમાંથી ટ્રામાડોલ દવાઓ મંગાવતો દવાઓને મેડિકલ સ્ટોરમાં રાખવાના બદલે ગોડાઉનમાં સંગ્રહ કરીને પ્રિસ્ક્રિપ્શન વિના ગેરકાયદેસર રીતે વેચાણ કરાતું આ મામલે થરાદ પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી પકડાયેલા આરોપીની પૂછપરછના આધારે એસઓજીએ ચોથાનેસડા ગામમાં આવેલા શ્રી પરમેશ્વર કિરાણા સ્ટોરમાં પણ દરોડો પાડ્યો.

અહીંથી 660 ટ્રામાડોલ ગોળીઓ, અંદાજે રૂ. 2.64 લાખની કિંમતનો જથ્થો તથા અન્ય મુદ્દામાલ સહિત કુલ રૂ. 2.74 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો આ કેસમાં વિક્રમ રાજપૂતની ધરપકડ કરી તેમની સામે માવસરી પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો બંને સ્થળેથી કુલ 8,060 પ્રતિબંધિત ટ્રામાડોલ ગોળીઓ અને અન્ય મુદ્દામાલ મળીને રૂ. 6.89 કરોડથી વધુનો જથ્થો પોલીસે કબજે કર્યો વાવ-થરાદ જિલ્લામાં ડ્રગ્સના ગેરકાયદેસર વેપાર સામે થયેલી આ કાર્યવાહી જિલ્લાની સૌથી મોટી કાર્યવાહીઓમાંની એક ગણાઈ રહી જિલ્લા પોલીસે આગામી દિવસોમાં પણ ડ્રગ્સના નેટવર્ક સામે વધુ કડક કાર્યવાહી ચાલુ રાખવાનો નિર્ધાર વ્યક્ત કર્યો.

ટ્રામાડોલ મગજ અને નર્વસ સિસ્ટમ પર અસર કરતી ઓપિયોઇડ વર્ગની દવા જ્યારે કોઈ વ્યક્તિ ડૉક્ટરે સૂચવેલી માત્રા કરતાં વધુ માત્રામાં અથવા વારંવાર ટ્રામાડોલ ત્યારે મગજમાં દુખાવાની અનુભૂતિ ઘટાડવા ઉપરાંત સુખાનુભૂતિ (યૂફોરિયા), આરામ અને નશા જેવી લાગણી પણ થઈ શકે આ જ અસરને કારણે કેટલાક લોકો તેનો દુરુપયોગ કરે અને ધીમે ધીમે તેના પર નિર્ભર અથવા તેના. વ્યસની થઈ જાય જોકે, આ પ્રકારનો ઉપયોગ અત્યંત જોખમી કારણ કે ડોક્ટરે સૂચવેલી માત્રા કરતાં વધુ માત્રામાં ટ્રામાડોલ લેવાથી તે શ્વાસ લેવામાં તકલીફ, ખેંચ, ઓવરડોઝ અને મૃત્યુ જેવી ગંભીર પરિસ્થિતિઓ સર્જી શકે તેથી ટ્રામાડોલનો ઉપયોગ માત્ર ડૉક્ટરની સલાહ અને નિર્ધારિત માત્રામાં જ કરવો જોઈએ.


