ગરવી તાકાત બનાસકાંઠા : ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે થરાદમાં પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી રથયાત્રા શાંતિપૂર્ણ, સુરક્ષિત અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે સુનિશ્ચિત કરવા આયોજન કરાયું આ ફ્લેગ માર્ચ દરમિયાન સમગ્ર રથયાત્રા રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરીને જરૂરી પગલાં લેવાયા ફ્લેગ માર્ચમાં પોલીસ વિભાગ ઉપરાંત નગરપાલિકા, યુજીવીસીએલ, આરોગ્ય વિભાગ સહિત વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ કર્મચારીઓ.

અને શ્રીરામ સેવા સમિતિના કાર્યકરો જોડાયા અધિકારીઓએ રથયાત્રાના રૂટ પર આવેલા મુખ્ય માર્ગો અને સંવેદનશીલ વિસ્તારોનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું આ દરમિયાન સુરક્ષા અને વ્યવસ્થા જાળવવા માટે સંબંધિતોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી આ ઉપરાંત, અધિકારીઓએ નગરના વિવિધ વિસ્તારોમાં વેપારીઓ, આગેવાનો અને સ્થાનિક નાગરિકો સાથે ચર્ચા કરી તેમણે શાંતિ અને ભાઈચારો જાળવવા માટે અપીલ કરી કોઈપણ પ્રકારની અફવા પર વિશ્વાસ ન રાખવા.

અને શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવા માટે પણ અનુરોધ કરવામાં આવ્યો પોલીસ તંત્રના જણાવ્યા મુજબ, રથયાત્રા દરમિયાન સમગ્ર રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે શ્રદ્ધાળુઓ સુરક્ષિત રીતે રથયાત્રામાં ભાગ લઈ શકે તે માટે સતત પેટ્રોલિંગ અને દેખરેખ રાખવામાં આવશે રથયાત્રાને લઈને પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા સઘન તૈયારીઓ કરવામાં આવી થરાદ શહેરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ અને સુરક્ષિત માહોલમાં યોજાય તે માટે તમામ જરૂરી આયોજન પૂર્ણ કરાયું.


